Site icon Revoi.in

ગુજરાત બજેટ 2021- વડનગરને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો ઉપર દર વર્ષો મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સરકાર્ દ્વારા રજ્યાના પ્રવાસન અને યાત્રાધામોમાં વિશેષ સુવિધાઓ ઉભી કરાશે. આ ઉપરાંત વડનગરને પ્રવાસન ક્ષેત્રે વિકાસાવવામાં આવશે.

ગુજરાત સરકારે બજેટમાં પ્રવાસન ક્ષેત્ર માટે રૂ. 488 કરોડની જોગવાઈ કરી છે. રાજ્યમાં હેરીટેજ સ્ટ્રક્ચર, પુરાતત્વીય સ્થળનો વિકાસ કરવામાં આવશે. તેમજ તળાવ, મંદિર માટે માસ્ટર પ્લાન બનાવામાં પોરબંદરના કીર્તિ મંદિર સહિતના સ્થળનો, ઝવેરચંદ મેઘાણી સાથે સંકળાયેલા પ્રવાસન સ્થળનો વિકાસ કરવામાં આવશે. જ્યારે ટંકારામાં પ્રવાસન સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ગુજરાતના હિલસ્ટેશન સાપુતારા, યાત્રાધામ બેટ દ્વારકા અને મોઢેરામાં પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવશે.

અમદાવાદ, સોમનાથ, અંબાજી, સાપુતારા, ગીર, દ્વારકામાં પણ હેલીપોર્ટ બનાવવામાં આવશે. કાયમી ધોરણે હેલીપોર્ટ વિકસાવવા રૂ. 2 કરોડની સરકારે જોગવાઈ કરી છે. આમ રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરાશે, જેથી રોજગારીની નવી તકો પણ ઉભી થશે. પ્રવાસીઓને સુવિધા મળી રહે તે માટે બજેટમાં રૂ. 315 કરોડ ફાળવવામાં આવ્યાં છે.