Site icon Revoi.in

સમગ્ર દેશમાં GST વળતર મેળવવા બાબતે ગુજરાત ત્રીજા સ્થાન પર આવ્યું

Social Share

દિલ્હી-સમગ્ર દેશમાં વિતેલા વર્ષ દરમિયાન કોરોનાનો કહેર વર્તાયો હતો જેની અસર હાલ સુધી થોડી ઘણી જોવા મળી રહી છે, ત્યારે જીએસટી મામલે પણ કોરોનાની ઈફેક્ટ સાફ જોવા મળી છે. તેના કલેક્શનમાં મોટે ભાગે ઘટાડો નાંધાયો હતો.

જો કે હવે વિતેલા મહિના ડીસેમ્બર-જાન્યુઆરીમાં જીએસટીની આવક ત રૂ.1 લાખ કરોડથી વધી છે, જો કે કોરોના પહેલાની સ્થિતિ સાથે સરખામણી કરીએ તો કેન્દ્ર સરકારે રાજયોને જીએસટી આવકમાં જે ખોટ પડી હતી તે ભરપાઇ કરવા અને વળતર આપવાનો નિર્ણય કર્યો હતો.

આ સમગ્ર મામલે એપ્રીલ થી નવેમ્બર સુધીના સમયગાળામાં જીએસટી વળતરમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને આવ્યું છે, ગુજરાત રાજયને આ 8 મહિનાના સમયગાળા માટે કુલ રૂ.17 હજાર 94 કરોડનું જીએસટી વળતર આપવામાં આવ્યું છે

જેમાં મહારાષ્ટ્રને સોથી વધુ વળતર મળવા પામ્યું છે,મહારાષ્ટ્રને રૂ.31 હજાર 892 કરોડ અને બીજા નંબર પર કર્ણાટકને રૂપિયા 19 હજાર 504 કરોડનું વળતર મળ્યુ છે.આ ક્રમમાં ગુજરાત તામીલનાડુ, ઉતરપ્રદેશનો નંબર આવ્યો છે.એસટી આવ્યા બાદ રાજય સરકારને અત્યાર સુધીમાં કુલ રૂ.29243 કરોડ નું વળતર મળવા પામ્યું છે.

જીએેસટીની ફોર્મ્યુલા પ્રમાણે તે લાગુ થયાના પાંચ વર્ષ એટલે કે 2022 સુધી રાજયોને પહેલા જે વેટની આવક થતી હતી તેની સરખામણીમાં જીએસટીની આવક ઓછી થાય તો કેન્દ્ર સરકાર તેનું વળતર ચુકવવાનું નક્કી કર્યું હતુ.

સાહીન-