Site icon Revoi.in

પાંચ રાજ્યમાં હાર થયા બાદ ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા

Social Share

દિલ્હી:ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ભાજપને ટક્કર આપવા માટે અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હાલમાં જ જાહેર કરવામાં આવેલા પાંચ રાજ્યના વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસની જોરદાર હાર થઈ છે જે બાદ કોંગ્રેસના પ્રવક્તા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના પ્રવક્તા મનીષ દોશી દ્વારા કહેવામાં આવ્યું કે દેશમાં પાંચ રાજ્યોની ચુંટણીના પરિણામ અપેક્ષાથી વિપરીત કોંગ્રેસ પક્ષ જમીની સ્તર ઉપર વધુ મહેનત કરશે. કોંગ્રેસ પક્ષે જાતિવાદ, ધાર્મિક ધ્રુવિકરણથી દુર રહીને જનતાના મુદ્દાઓ જેવા કે, બેરોજગારી, મોંઘવારી, ખાડે ગયેલુ અર્થતંત્ર, શિક્ષણ, આરોગ્ય, વગેરે જેવા મુળભૂત મુદ્દાઓ ઉપર ચૂંટણી લડી હતી પણ ચૂંટણીમાં ભાવનાત્મક મુદ્દાઓ મુળભૂત મુદ્દા ઉપર હાવી થઈ ગયા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસી કાર્યકર્તાઓ બમણા ઉત્સાહ સાથે જમીની સ્તર પર કામ કરશે. હાલમાં ભાજપની સરકારથી વિદ્યાર્થીઓ ખુબ જ ત્રસ્ત થઇ ચુક્યા છે. આ ઉપરાંત લોકો પણ બેકારીથી ખુબ જ કંટાળી ચુક્યાં છે. જેના કારણે કોંગ્રેસી કાર્યકર્તાઓ જમીની સ્તરે કામ કરે તે ખુબ જ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પરાજયના કારણે કાર્યકર્તાઓને નિરાશ નહી થવા માટે અપીલ પણ તેઓએ કરી હતી.

અંતમાં તેમણે કહ્યું કે,ચૂંટણી હારીએ કે જીતીએ કોંગ્રેસ પક્ષ હંમેશા દેશના લોકો સાથે અડગ રીતે ઉભી છે. જનતાઓના પ્રશ્નોને મજબુતીથી ઉપાડતા રહીશું. હારના કારણો ઉપર ગહન દ્રષ્ટિથી આત્મચિંતન, મંથન અને સંગઠન ઉપર કામ કરીશું. પરિણામોથી ચોક્કસ નિરાશ થયા છીએ, પરંતુ હતાશ થયા નથી. ચૂંટણી હાર્યા છીએ, હિંમત નથી હાર્યા, અમે ક્યાંય જવાના નથી. લડતા રહીશું અને નવી રણનીતિ તેમજ નવા બદલાવ સાથે પાછા ફરીશું.