Site icon Revoi.in

ગુજરાત સરકારનું બજેટ હવે મોબાઈલ ઉપર પણ જોઈ શકાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં આગામી 3 માર્ચના રોજ નાય બમુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. કેન્દ્ર સરકારની જેમ ગુજરાતનું બજેટ પણ પેપર લેશ થશે. એટલું જ નહીં ગુજરાતની જનતા મોબાઈલ ઉપર બજેટ જોઈ પણ શકશે. સરકાર દ્વારા ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં તમામ દસ્તાવેજ ગુજરાતી અને અંગ્રેજી ભાષા હશે. તેમજ કોઈ પણ વ્યક્તિ દસ્તાવેજો ડાઉનલોડ કરી શકશે. આમ ગુજરાત સરકાર પણ પેપરલેસ બજેટ રજૂ કરશે. જેથી પેપરનો ઉપયોગ ટાળી શકાય.

પ્રાપ્ત માહિતી અનાર ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર તા. 1 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. તેમજ 3 માર્ચના રોજ નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. કોરોના ટેસ્ટ માટે ગાંધીનગર સચિવાલય ખાતે એક સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે. અધિકારીઓ, ધારાસભ્યો અને પત્રકારો સહિતના લોકો માટે રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે, જે લોકોનો ટેસ્ટ નેગેટિવ આવશે તે જ લોકોને વિધાનસભા ગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભા ગૃહની અંદર કેટલાક ફેરફારો કરવામાં આવે તેવી શક્યતા છે ગૃહની અંદરની હયાત જગ્યાનો ઉપયોગ કરવા તેમજ પ્રેક્ષક ગેલેરીમાં વધુ આરામદાયક ખુરશી મુકવાના વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. આગામી બજેટ સત્ર દરમિયાન કોવીડ-19ની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવાની સાથે કેટલાક ફેરફાર માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.