Site icon Revoi.in

તુવેરની દાળ હેલ્થ માટે જે રીતે ગુણકારી છે તેજ રીતે કેટલીક બીમારી ધરાવતા લોકો માટે હાનિકારક

Social Share

તુવેરની દાળ પોષ્ટિક આહારમાં ગણાય છે, તેમાં અનેક વિટામીન્સ, મિનરલ હોય છે જો કે કેટલીક બીમારીઓ ઘરાવતા વ્યક્તિ જો તુવેરની દાળ ખાય તો તેને નુકશાન થાય છે, આમ તો ઘણા લોકોના ઘધરે રાત્રે તુવેરની દાળ બનાવાતી નથી કારણ કે વાયડી પડે છે એટલે કે ગેસ થાય છે એમ કહેવામાં આવે છે,તો ચાલો જાણીએ કયા લોકો માટે તુવેરની દાળનું સેવન ન કરવું જોઈએ.

જે લોલો યુરિક એસિડની સમસ્યાથઈ પીડાઈ રહ્યા છે તેઓએ તુવેરની દાળ ખાવાનું અવોઈડ કરવું જોઈએ,જે લોકોના શરીરમાં યૂરિક એસિડનું સ્તર તે જો આ દાળનું સેવન કરે છે તો સમસ્યા વધી શકે છે દાળમાં પ્રોટીન વધુ હોવાથી યૂરિક એસિડનું સ્તર વધવા લાગે છે. હાઈ યૂરિક એસિડના દર્દીઓ જો તુવેરની દાળનું સેવન કરે તો તેમની શારીરિક સ્થિતિ બગડી શકે છે.

જે લોકોને ગેસની સમસ્યા અને પાચનની સમસ્યા છએ તેઓએ તુવેરની દાળ પાણી વધારે નાખીને ખાવી જોઈએ,આ સાથે જ તેમણે ક્યારેય રાત્રીના સમયે તુવેરની દાળ ન ખાવી જોઈએ.જે લોકોને વારંવાર એસિડિટીની સમસ્યા સતાવતી હોય, તેમણે તુવેરની દાળનું સેવન ન કરવું જોઈએ. ઘણા લોકોને તુવેરની દાળ ખાવાથી પેટમાં દુખાવો અને એલર્જીની સમસ્યા પણ થઈ શાકે છે. પેટમાં એસિડિટી, દુખાવો, ગેસ અને ખાટા ઓડકારની સમસ્યા વધી શકે છે. જો તમને પણ એસિડિટીની સમસ્યા રહેતી હોય તેમણે તુવેરની દાળનું સેવન ન કરવું જોઈએ.

આ સાથે જ જે લોકો કિડનીની સમસ્યાથી પરેશાન છે તેમના માટે પણ તુવેરની દાળનું સેવન હાનિકારક સાબિત થાય છે.તુવેરની દાળના સેવનથી તેઓની આ સમસ્યા વધી શકે છે. આ દાળમાં પોટેશિયમની માત્રા બહુ વધારે હોય છે, જેના કારણે કિડની સાથે સંકળાયેલ સમસ્યાઓ બહુ વધી જાય છે. તુવેરની દાળના સેવનથી કિડનીમાં પથરીની સમસ્યા પણ થઈ શકે છે