Site icon Revoi.in

આજે હિમાચલ પ્રદેશ અને ગુજરાત પર સૌ કોઈની નજર, કોની બનશે સરકાર, સૌ નો એક સવાલ,બીજેપીની જીત નક્કી

Social Share

અમદાવાદઃ- આજ રોજ 8 ડિસેમ્બરે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરીનો દિવસ છે આજે સવારે 8 વાગ્યથી મતગણના શરુ કરવામાં આવશે ત્યારે આજના ખાસ દિવસ પર સૌ કોઈની નજર અટકેલી છે દરેક લોકો આતુતાથી આજના પરિણામની રાહ જોઈ રહ્યા છે.

આમ તો એકઝિટ પોલ મુજબ અને જનતાની રાય પ્રમાણે ગુજરાત બીજેપીનું ગઢ ગણાય છે અને આજે પણ બીજેપીની જીતની આશા સેવાઈ રહી છે,પીએમ મોદીએ ગુજરાતમાં ખૂબ મહેનત કરી છે તેઓ સતત ગુજરાતના પ્રવાસે રહીને જનસભા સંબંધી છે,સાથે જ તેમણે બીજેપીના દિગ્ગજ નેતાઓ એવા અમિતશાહ, સીએમ યોગી ,જેપી નડ્ડા,સીઆર પાટીલ ને પણ ચૂંટણીના મેદાનમાં પ્રચાર પ્રસાર માટે ઉતાર્યા હતા ત્યારે બીજેપીની મહેનત રંગ વાલશે તેવો દાવો તો થઈ રહ્યો જ છે.

ભાજપ શાસિત ગુજરાતના 33 જિલ્લાની 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. 37 મતગણતરી કેન્દ્રો પર ગુરુવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.જરાતની ચૂંટણીમાં કુલ 70 રાજકીય પક્ષો અને 624 અપક્ષ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે.

ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે. જો કે, આ વખતે આમ આદમી પાર્ટી ના મેદાનમાં છે ત્યારે ત્રિકોણીય હરીફાઈ જોવા મળી. ગુજરાતમાં આ વર્ષે 66.31 ટકા મતદાન નોંધાયું છે, જે 2017ની વિધાનસભા ચૂંટણીમાં થયેલા 71.28 ટકા મતદાન કરતાં ઓછું છે.

ઉલ્લેખનીય છે કે આજરોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ, AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી, યુવા નેતા હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર સહિત કુલ 1,621 ઉમેદવારો પર નિર્ગુણય આવશે. જેની જનતા પણ આતુરતાથી રાહ જોઈ રહી છે.ત્યારે દરેકના મનમાં એક જ સવાલ છે કે કોની બનશે સરકાર અને કોના હાથમાં જશે સત્તા.