Site icon Revoi.in

ગુજરાતના તાપમાનમાં જોવા મળ્યો ઘટાડો,નલિયામાં 10.06 ડિગ્રી તાપમાન નોંધાયું

Social Share

અમદાવાદ :દેશમાં હવે ઠંડીનો માહોલ શરૂ થઈ ગયો છે, કેટલાક રાજ્યોમાં તથા કેટલાક શહેરોમાં તાપમાનનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. આવામાં ગુજરાતમાં પણ વાતાવરણ ઠંડુ થયું છે અને નલિયામાં 10.06 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે સાથે અમદાવાદ,ગાંધીનગર સહિતના શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે.

જાણકારો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી 1-2 અઠવાડિયામાં ઠંડીનું વધારે જોર પકડી શકે છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં તાપમાનનો પારો નીચો આવી શકે છે. અને તેમાં સૌથી વધારે તાપમાનનો પારો કચ્છ જિલ્લામાં ગગડી શકે છે.

આ ઉપરાંત જાણકારો દ્વારા તે બાબતે પણ સતર્ક કરવામાં આવ્યા કે શિયાળાની સિઝનમાં કોરોનાવાયરસનું સંક્રમણ પણ વધી શકે છે. યુરોપના દેશોમાં ઠંડી જોર પકડતાની સાથે જ તે દેશોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. ભારતના લોકો પર ભગવાનની દયા છે કે દેશમાં પહેલા જેવા કેસ હવે નોંધાઈ રહ્યા નથી અને સતત કેસ ઓછા થઈ રહ્યા છે.