Site icon Revoi.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 4,300 જગ્યા પર ભરતી બહાર પાડી

Social Share

ગાંધીનગરઃ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ચાર હજાર 300થી વધુ જગ્યા માટે ભરતી બહાર પાડી છે. અલગ અલગ સરકારી વિભાગોમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 17 કેડરની 4300 જગ્યા પર ભરતી પ્રક્રિયા યોજાશે. આ માટે આજે બપોરથી ઓનલાઈન વેબ પોર્ટલ ઓજસ પર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી છે.

બિન અનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા ફી અને અનામત વર્ગના ઉમેદવારોએ 400 રૂપિયા ફી ભરવાની રહેશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદનીશની કુલ 188 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ પોસ્ટ માટે 16 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. સંશોધન મદદનીશ વર્ગ-3 માટે કુલ 99 જગ્યા જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 માટે 89 જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે.

(photo-file)