Site icon Revoi.in

ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ દર્શકોને આવી રહી છે પસંદ – વિકેન્ડમાં શાનદાર કમાણી કરી

Social Share

અમદાવાદ -તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટેએ શાનદાર ઓપનિંગ સાથે બોક્સ ઓફીસ પર રંગ જમાવ્યો છે, યશ સોની સ્ટાર ફિલ્મમાં બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચનનો કેમિયો અને ગુજરાતી વોઈસે દર્શકોના દીલ જીત્યા છે,

આ ફિલ્મ કોમેડિથી ભરપુર છે તો સાથે મહિલાઓ માટે ખાસ પણ છે, ત્રણ મહિલાઓ વચ્ચે રહેતા એક પુરુષની વ્યથામાંથી સર્જાતા સંઘર્ષની કહાનિ છે,આ ફિલ્મના પહેલો રવિવાર શાનદાર રહ્યો. શરૂઆતના દિવસે જ રેકોર્ડ બનાવનાર આ ફિલ્મે ત્રીજા દિવસે એટલે કે પહેલા રવિવારે ધમાકેદાર કમાણી કરી છે.

‘ફકત મહિલાઓ માતે’એ શરૂઆતના દિવસે બમ્પર કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ફિલ્મે શરૂઆતના દિવસે એક કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું હતું. રિપોર્ટનું જો માનીએ તો વર્ષ 2022માં પ્રથમ દિવસે આટલો સ્કોર કરનાર આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મ શુક્રવારે 19 ઓગસ્ટ 2002ના રોજ રીલિઝ થઈ હતી. પહેલો રવિવાર ફિલ્મ માટે ઘણો સારો રહ્યો.

‘ફકત મહિલા માટે’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પોતાના ઓપનિંગ ડે પર જ શાનદાર રેકોર્ડ બનાવનાર આ ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. રવિવારની રજામાં ફિલ્મના કલેક્શનમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. આ ફિલ્મના પ્રદર્શન પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાદેશિક સિનેમાની ફિલ્મો માટે આ સારો સમય છે.

 ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન 1.34 કરોડ રૂપિયા હતું. તે જ સમયે, ફિલ્મે બીજા દિવસે 1.52 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ત્રીજા દિવસે એટલે કે રવિવારે ફિલ્મના કલેક્શનમાં સારો ગ્રોથ આવ્યો હતો  અંદાજે ફિલ્મે રવિવારે કુલ 2 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મનું કુલ કલેક્શન 4.86 કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે.

Exit mobile version