Site icon Revoi.in

કોમનવેલ્થમાં વિજેતા બન્યા બાદ સ્વદેશ પરત ફરતા ગુજરાતી ખેલાડીઓનું એરપોર્ટ પર સ્વાગત કરાયું

Social Share

અમદાવાદઃ  કોમનવેલ્થમાં આ વર્ષે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ગુજરાતના ખેલાડીઓ કોમનવેલ્થમાં ગુજરાતની શાન વધારીને બુધવારે રાત્રે સ્વદેશ પરત ફર્યા હતા. વડોદરા એરપોર્ટ પર મહિલા ક્રિકેટર રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાનું અનેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતુ. તેમજ અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ પર ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડીઓ ભાવિના પટેલ અને સોનલ પટેલનું હાર પહેરાવી ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બંનેએ ટેબલ ટેનિસમાં મેડલ મેળવી ઉત્તર ગુજરાત સહિત ભારતનું નામ રોશન કર્યું છે.

ગુજરાતની દીકરી ભાવિના પટેલે સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ભારતીય ખેલાડીએ પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુજરાતની સોનલ પટેલે પણ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી હતી.  કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા ક્રેકેટર રાધા યાદવ, યાસ્તિક ભાટિયાનું વડોદરા પહોંચતા જ તેમનું  ભવ્ય સ્વાગત કરાયું હતુ.  બંને ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડાલીસ્ટ ટીમનાં સભ્યો રહ્યા છે. જેમણે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

વડોદરા એરપોર્ટ પર બીસીએ અને મહિલા ક્રિકેટરો તરફથી શાનદાર સ્વાગત કરાયું હતું. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ગોલ્ડ મેડલ મેચમાં રાધા યાદવનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. પરંતુ  ભાગ્યએ સાથ આપ્યો નહોતો. હાલ બન્ને ખેલાડીઓ વડોદરા પહોંચી ગયા છે, જ્યાં ઢોલ નગારાના તાલે બંને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ક્રિકેટરોનું સ્વાગત કરાયું હતું. ખુલ્લાં રથમાં બન્ને ખેલાડીઓને બેસાડી બંનેનો રોડ શો પણ યોજવામાં આવ્યો હતો. અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ પર ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડીઓ ભાવિના પટેલ અને સોનલ પટેલનું હાર પહેરાવી ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.  ભારતે વેટલિફ્ટિંગમાં 10, ટેબલટેનિસમાં 7, બોક્સિંગમાં 7 મેડલ, બેડમિન્ટનમાં 6, એથલેટિ્ક્સમાં 8 મેડલ, લોનબોલમાં બે અને પેરા લિફ્ટિંગમાં એક મેડલ જીત્યો છે, જ્યારે જૂડોમાં ત્રણ, હોકીમાં બે, ક્રિકેટમાં એક અને સ્કવોશમાં બે મેડલ જીત્યા છે.