Site icon Revoi.in

ગુજરાતની દીકરી ભાવિના પટેલે પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતતા સરકાર 3 કરોડનો પુસ્કાર આપશે

Social Share

અમદાવાદઃ ગુજરાતની દીકરી ભાવિના પટેલે  પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આજે નેશનલ સ્પોર્ટસ પર આ ઉપલબ્ધિ ગુજરાત સરકાર માટે ગર્વની વાત છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ વધાવનારી દીકરી ભાવિના પટેલને સન્માનિત કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા ભાવિના પટેલને 3 કરોડ પુરષ્કારરૂપે આપવાની પણ જાહેરાત કરાઈ છે.

ગુજરાતના રમત-ગમત વિભાગના મંત્રી  ઈશ્વર પટેલે જણાવ્યું કે, ગુજરાતનું ગૌરવ વધાવનારી દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકાર સન્માનિત કરશે. ગુજરાત સરકાર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતતા 3 કરોડની રાશિ આપશે. સાથે જ તેમને કેટેગરી પ્રમાણે સરકારી નોકરી પણ અપાશે. ગુજરાતની દીકરીએ દેશનું નામ રોશન કર્યું છે.

ટોક્યોમાં પેરાલિમ્પિક્સમાં ગુજરાતી ભાવિના પટેલે દેશનો ડંકો વગાડ્યો છે. ટોક્યો પેરાઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે. પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે. ફાઈનલમાં હાર છતાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ પણ ભાવિના પટેલને શુભચ્છા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે, સિલ્વર મેડલ માટે અભિનંદન… તમારી જીવનયાત્રા પ્રેરક છે અને તે વધુ યુવાનોને રમતગમત તરફ ખેંચશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ફાઈનલમાં ભાવિનાનો મુકાબલો ચીનના ચાઓ યિંગ સાથે હતો, જેમાં ભાવિનાની હાર થઈ છે. જો કે ભાવિના પટેલે ઈતિહાસ રચીને દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે. ગઈકાલે ભાવિના પટેલે સેમિફાઈનલમાં જીત મેળવી ત્યારે જ તેણીએ સિલ્વર મેડલ પાક્કો કર્યો હતો. ભાવિના પટેલ મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામની વતની છે. તો ભાવિનાએ સિલ્વર મેડલ જીતતા ગામમાં દિવાળી જેવો માહોલ છે અને તમામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

Exit mobile version