Site icon Revoi.in

સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે ગુલમહોર છે અતિઉત્તમ, વાંચો કેવી રીતે છે ફાયદાકારક

Social Share

પૃથ્વી પર જેટલી પણ વનસ્પતિ છે કે જે પણ ઝાડ-પાન છે તેના અનેક ફાયદા છે, પણ ત્યારે જ્યારે તેના વિશે જાણ્યું હોય. ગુલમહોર પણ લોકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે અનેક રીતે ઉપયોગી છે જો તેને ખાવામાં આવે તો.

જો કોઈ વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા હોય અને તે વ્યક્તિ જો ગુલમહોર ખાય તો તેના વાળ ખરવાનું ઓછુ થઈ શકે છે. તેના પાનને એટલે કે ગુલમોહરના પાનને પીસીને પાવડર બનાવો, પછી તેને ગરમ પાણીમાં મિક્સ કરો અને તેને તમારા માથાની સ્કિન પર લગાવો. તેનો નિયમિત ઉપયોગ કરી શકાય છે.

ક્યારેક પેટની ગરમીના કારણે મોઢામાં ચાંદા પડતા હોય છે અને તેનાથી અત્યંત અસ્વસ્થતા અનુભવી શકતા હોય છે, તેથી વહેલી તકે સારવાર ગુલમહોરના પાન લેવાની જરૂર છે કારણ કે તેનાથી ઝડપથી સાજા થવાય છે. ગુલમોહરની છાલનો થોડો પાવડર બનાવવો અને તેને મધ સાથે મિક્સ કરીને મોઢા રાખવાથી આ સમસ્યા દુર થાય છે.

ગુલમોહર તેમાં રહેલા ડાયાબિટીસ વિરોધી ગુણધર્મોને કારણે બ્લડ સુગર લેવલ ઘટાડવામાં અસરકારક છે. તેના મિથેનોલ અર્કનો ઉપયોગ બ્લડ શુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે.

જો કે આ એક આયુર્વેદિક પ્રકારનો ઉપાય છે જેના પર કોઈ દાવો કરતું નથી. કોઈ પણ વ્યક્તિએ કે જેમને આ પ્રકારની રીત અપનાવવી હોય તો તે વ્યક્તિએ પહેલા જાણકાર અથવા નજીકના ડોક્ટરની સલાહ જરૂર લેવી.