Site icon Revoi.in

અડધું જાપાન માને છે કે ટોક્યો ઓલિમ્પિક્સ યોજાશે: સર્વે

Social Share

દિલ્લી: કોરોના વાયરસ સંક્રમણને જોતા અનેક દેશો હજુ પણ લોકડાઉન અને કર્ફ્યુ લગાવી રહ્યા છે. એક સાથે લોકોને ભેગા કરવા કે નહી તેના પર હજુ પણ કેટલાક દેશો વિચારી રહ્યા છે ત્યારે જાપાનમાં આ બાબતે સર્વે થયો છે જેમાં લોકોએ ટોક્યો ઓલિમ્પિક્સના યોજાવા પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે.

જાપાનની અડધા ઉપરાંતની પ્રજા માને છે કે ટોક્યો ઓલિમ્પિક્સ યોજાશે. આ ગેમ્સ તેના આયોજનનો મૂળ હેતુ ગુમાવી ચૂકી છે અને ફક્ત આયોજન કરવા ખાતર આ આયોજન કરવાનું છે. ઓલિમ્પિક્સના આયોજનમાં આમ પણ એક વર્ષનો વિલંબ થયો છે ત્યારે હવે આયોજકો સ્વયંસેવકો, એથ્લીટ્સ, અધિકારીઓ અને જાપાનીઝ પ્રજાને કઈ રીતે સલામત રાખી શકે છે તે જોવાનું રહેશે.

જાપાનની પ્રજા ઓલિમ્પિક્સના આયોજનની તરફેણમાં નથી તેવું કેટલાક ઓપિનિયન પોલમાં બહાર આવ્યું હોવા છતાં પણ તેનું આયોજન કરવા બદલ વિપક્ષ વડાપ્રધાન યોશિહિદે સુગા અને કેબિનેટ પ્રધાનોની સોમવારે આકરી ટીકા કરી હતી. ટોચના સરકારી અધિકારીઓ વારંવાર કહી રહ્યા છે કે સરકાર રમતોત્સવના સલામત અને સુરક્ષિત આયોજન માટે કોરોના વાયરસને ડામવાના પગલા અને તેના પ્રોટોકોલ પર કામ કરવાનું જારી રાખશે.

યોમીઉરી દ્વારા ચારથી છ જુનની વચ્ચે કરવામાં આવેલા સરવેમાં 50 ટકા પ્રતિસાદીઓએ જણાવ્યું હતું કે રમતોત્સવ ઉનાળામાં યોજાશે. જ્યારે 26 ટકાએ જણાવ્યું હતું કે રમતોત્સવ પ્રેક્ષકો વગર યોજાશે. કેટલાક 48 ટકાએ જણાવ્યું હતું કે રમતોત્સવ રદ થશે. આ પોલમાં ભાગ લેનારા મોટાભાગના પ્રતિસાદીઓ માને છે કે એથ્લીટ અને ભાગ લેનારાઓ માટે વાયરસને અંકુશમાં લેવા માટે લેવામાં આવેલા પગલાં અપૂરતા છે. જ્યારે સુગાના વહીવટીતંત્રને ઓલિમ્પિક્સના આયોજન અંગે જનસમર્થન 37 ટકાના નીચલા સ્તરે પહોંચી ગયું છે.

સુગાએ તેઓને જણાવ્યું હતું કે એથ્લીટ્સ અને ગેમ્સના અધિકારીઓ ચેપને અંકુશમાં રાખવાના પગલાં લઈ રહ્યા છે. જેથી તેનું સલામત રીતે આયોજન કરી શકાય અને આપણા લોકોના જીવન અને આરોગ્યનું રક્ષણ કરી શકાય.