1. Home
  2. Tag "survey"

60% બાળકો ડિજિટલ લતના ખતરાનો કરી રહ્યા છે સામનો: સર્વે

નવી દિલ્હી: એક નવા સર્વેક્ષણમાં ખુલાસો થયો છે કે 5થી 16 વર્ષની વયજૂથના લગભગ 60 ટકા બાળકો સંભવિત ડિજિટલ લતનો સંકેત આપનારા વ્યવહારને પ્રદર્શિત કરે છે, જે આ નકારાત્મક પ્રભાવોને ઓછો કરવા માટે પ્રભાવી રણનીતિઓની તાત્કાલિક જરૂરિયાતોને રેખાંકીત કરે છે. સ્માર્ટ પેરેન્ટ સોલ્યૂશન કંપની બાટૂ ટેક દ્વારા આયોજીત સર્વેક્ષણના પરિણામ એક હજાર માતાપિતાના સેમ્પલના આકાર […]

દિલ્હીમાં નશામાં ગાડી ચલાવવી ખૂબ સામાન્ય, સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

એક NGO દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દિલ્હીમાં મોટી સંખ્યામાં વાહન માલિકોએ ઓછામાં ઓછા એકવાર નશામાં ગાડી ચલાવી ચુક્યા છે. સર્વેક્ષણમાં સામેલ 10 માંથી આઠ લોકોએ સ્વીકાર્યું કે તેઓએ આ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું છે, જે મોટર વાહન અધિનિયમ હેઠળ સખત સજા કરે છે. સર્વેક્ષણ મુજબનશામાં ગાડી ચલાવનારામાં ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર […]

અમદાવાદમાં વાહનોના પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે ખાનગી એજન્સીઓ પાસે સર્વે કરાવાશે

અમદાવાદઃ શહેરમાં રોજબરોજ વધતા જતાં વાહનોને કારણે પાર્કિંગની સમસ્યા વિકટ બની છે. જાહેર રસ્તાઓ પર આડેધડ કરાતા પાર્કિંગને લીધે ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે. આથી પાર્કિંગની સમસ્યાના કાયમી નિરાકરણ માટે એએમસી દ્વારા જુદી જુદી ખાનગી એજન્સીઓ પાસે સર્વે કરાવીને અભિપ્રાય માગવામાં આવ્યો છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા માટે અભ્યાસ […]

જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનાના સર્વેની માંગ સાથે હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં હિન્દુ પક્ષએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં મસ્જિદના વજુખાનાના સર્વેની માંગણી કરવામાં આવી છે. અરજીમાં રજુઆતમાં જણાવ્યું હતું કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ને શિવલિંગને નુકશાન પહોંચાડ્યા વિના સર્વેનો નિર્દેશ કરવો જોઈએ. વજુખાનામાં શિવલિંગ જેવી રચના મળ્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશથી સમગ્ર જગ્યાને સીલ કરી દેવામાં આવ્યો છે. હિન્દુ […]

શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના વિવાદિત પરિસરનો સર્વે થશે, અલ્હાબાદ હાઈકોર્ટે કર્યો નિર્દેશ

લખનૌઃ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે વિવાદિત જગ્યાનો સર્વે  કરાવવાની માંગને સ્વીકારી લીધી છે અને જ્ઞાનવાપીની જેમ જ મથુરાના વિવાદિત પરિસરનો પણ સર્વે કરવામાં આવશે. એડવોકેટ કમિશનર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્વારા સર્વે કરી શકે છે. એડવોકેટ કમિશનર કોણ હશે અને સર્વે ક્યારે […]

જ્ઞાનવાપી સંકુલમાં એએસઆઈની ટીમે કેટલાક સ્થળો ઉપર ફોટોગ્રાફી કરી

નવી દિલ્હીઃ વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલમાં સવારથી જ સર્વેની કામગીરી ચાલી રહી છે. એએસઆઈની ચારેક ટીમ દ્વારા હાલ સર્વેની કામગીરી કરી રહી છે. જો કે, શુક્રવારની નમાજને ધ્યાનમાં રાખીને બપોરના સમયે કામગીરી અટકાવવામાં આવી હતી. ગણતરીના કલાકો બાદ ફરીથી સર્વેની કામગીરી કરવામાં આવી હતી. એએસઆઈની ટીમ દ્વારા કેટલીક સ્થળો ઉપર ફોટોગ્રાફી કરવામાં આવી હોવાનું જાણવા મળે […]

જ્ઞાનવાપી સંકુલમાં સર્વે મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ, ચુકાદો અનામત રખાયો

લખનૌઃ જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં ગુરુવારે સુનાવણી પૂર્ણ થતા ચુકાદો તા. 3 ઓગસ્ટ સુધી અનામત રાખવામાં આવ્યો છે. તેમજ જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ASIના સર્વે પરનો પ્રતિબંધ યથાવત રખાયો છે. હવે વચગાળાનો આદેશ 3 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ સમિતિએ ASI સર્વે સામે હાઈકોર્ટમાં અપીલ કરી […]

ઉત્તરપ્રદેશઃ મદરેસાઓના સર્વેની કામગીરી પૂર્ણ, રિપોર્ટ યોગી સરકારને સોંપાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિપક્ષના વિરોધ વચ્ચે સીએમ યોગી આદિત્યનાથના નિર્દેશ અનુસાર તંત્ર દ્વારા મદરેસાઓનો સર્વે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પૂર્ણ થયેલા સર્વેનો રિપોર્ટ 10મી ઓક્ટોબરે જિલ્લા અધિકારીઓને તથા 25મી ઓક્ટોબરે યુપી સરકારને સોંપવામાં આવશે. સરકાર દ્વારા માંગવામાં આવેલા 11-પોઇન્ટના સર્વે રિપોર્ટમાં મદરેસાઓના શિક્ષણ અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓની સંખ્યા, તેમની વર્તમાન સ્થિતિ અને આવકની વિગતો શામેલ છે. જયારે બીજી […]

ઉત્તરપ્રદેશ બાદ હવે ઉત્તરાખંડમાં પણ મદરેસાઓનો કરાશે સર્વે

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ગેર માન્યતા પ્રાપ્ત મદરેસાનો સર્વે શરૂ થઈ ચુક્યો છે અને યોગી સરકારના આ નિર્ણયનો અનેક મુસ્લિમ સંસ્થાઓએ વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરાખંડમાં પણ મદરેસાઓના સર્વેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મદરેસાના સર્વેને જરૂરી ગણાવ્યો હતો. ઉત્તરાખંડમાં પણ આગામી દિવસોમાં મદરેસાના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે […]

ડીસા તાલુકામાં અતિવૃષ્ટિને લીધે નુકશાનનો સર્વે ક્યારે?, દાંતીવાડા ડેમએ 591 ફૂટની સપાટી વટાવી

પાલનપુરઃ બનાસકાંઠામાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. સારા વસાદને કારણે બનાસનદીમાં પૂર આવતા દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી 591 ફુટને વટાવી ગઈ છે. દરમિયાન ડીસા તાલુકામાં અતિવૃષ્ટિને કારણે કૃષિપાકને સારૂએવું નુકશાન થયું છે. જેમાં તાલુકાના વરણ ગામે પણ ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code