Site icon Revoi.in

હમાસનો ઈઝરાયલ પર હૂમલો, કહ્યું  કે અમે ઈઝરાયલ પર 130 રોકેટ ફાયર કર્યા

Social Share

દિલ્લી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને હમાસ દ્વારા ઈઝરાયલ પર 130 રોકેટ ફાયર કરવામાં આવ્યા છે. હમાસ દ્વારા હૂમલા બાદ તે પણ કહેવામાં આવ્યું કે તેઓ ઈઝરાયલના તેલ અવિવ સુધી હૂમલો કરી શકે છે. હમાસ દ્વારા કરવામાં આવેલા આ હૂમલામાં એક વ્યક્તિનું મોત થયુ હતુ.

ઈઝરાયલ દ્વારા ગાઝામાં 14 માળની બિલ્ડિંગને તોડી પાડવામાં આવી હતી જેના જવાબમાં હમાસે ઈઝરાયલ પર 130 રોકેટ ફાયર કર્યા છે.  ઈઝરાયલ દ્વારા જે બિલ્ડીંગને તોડી પાડવામાં આવી હતી તેમા હમાસના જાસૂસી ઠેકાણા હોવાનું બતાવવામાં આવ્યું છે.

ઇઝરાઇલના સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટઝે યુદ્ધવિરામનો વિચાર કરતાં પહેલાં ગાઝામાં “સંપૂર્ણ શાંતિ” લાવવા હમાસ અને અન્ય ઇસ્લામિક ઉગ્રવાદી જૂથો પર વધુ હુમલા કરવાની વાત કરી હતી. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ચેતવણી આપી હતી કે આ ‘શરૂઆત છે, અમે તેમને એવી રીતે ઉખાડીને ફેંકી દેશુ કે તેઓએ સ્વપ્નમાં વિચાર્યું પણ ન હોય’.

ઇઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે સોમવારથી ગાઝા આતંકીઓએ 1000થી વધુ રોકેટ લોન્ચ કર્યા છે. તે જ સમયે, ઇઝરાયલ દ્વારા ભીડભરી દરિયાકાંઠાના એન્ક્લેવ પર 350થી વધુ હવાઇ હુમલા કરવામાં આવ્યા છે, જેને લશ્કરી સ્થળ કહેવામાં આવે છે.