Site icon Revoi.in

શિલ્પા શેટ્ટીના સમર્થનમાં આવ્યા હંસલ મહેતાઃ સેલેબ્સની ચુપ્પી પર કર્યો વાર, જાણો શું કહ્યું સેલેબ્સને

Social Share

મુંબઈઃ છેલ્લા ઘણા સમયથી પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી પણ સતત સમાચારોમાં જોવા મળી રહી છે. આ સાથે જ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો  કરી રહી છે.  આ સકપરી સ્થિતિમાં નિર્દેશક હંસલ મહેતા શિલ્પા શેટ્ટીના સમર્થનમાં આવ્યા છે અને બોલિવૂડ સ્ટાર્સના મૌન પર અનેક સવાલ ઉઠાવ્યા છે. હંસલ મહેતાએ ટ્વિટ કરીને લખ્યું છે કે સારા સમયમાં તમામ પાર્ટી કરવા માટે હોય છે.

હંસલ મહેતાએ એક પછી એક ત્રણ ટ્વિટ કર્યા હતા. તેમણે કહ્યું કે ‘જો તમે શિલ્પા શેટ્ટી સાથે ઉભા ન રહી શકો કંઈ નહી પરંતુ તેને એકલી છોડી દો અનેકાનૂનને નિર્ણય લેવાદો,,, તેમને ગૌરવ અને પ્રાવેસી સાથે રહેવા દો. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે જે લોકો જાહેર વ્યક્તિત્વ ધરાવે છે તેઓ પોતાનો બચાવ કરવા માટે છોડી દેવામાં આવે છે અને ન્યાય પૂરો થાય તે પહેલા તેમને દોષિત જાહેર કરવામાં આવે છે.

હંસલ મહેતા એ વધુમાં આગળ લખ્યું  છે કે ‘આ મૌન એક પ્રકારની પેટર્ન છે. સારા સમયમાં દરેક પાર્ટી કરે છે. જ્યારે સમય ખરાબ હોય છે, ત્યારે સન્નાટો છવાઈ જાય છે. અલગ કરી દેવામાં આવે છે. આખરે સત્ય શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી, નુકસાન પહેલા જ થઈ ચૂક્યું છે.તેઓ આગળ કહે છે કે, ‘બદનામ કરવાની આ પર્ટન છે,જો કોઈ ફિલ્મી વ્યક્તિ સામે આક્ષેપ હોય, તો નિજતા પર હુમલો , પૂર્વ -અભિપ્રાય,ચરિત્ર હનન, ‘સમાચાર’ બકવાસ ગોસીપથી ભરવા – આ બધું વ્યક્તિની પ્રતિષ્ઠાના ભોગે થાય છે’.

ઉલ્લેખનીય છે કે મુંબઈ ક્રાઈમ બ્રાંચે રાજકુંદ્રાની ધરપકડ કરી હતી ત્યાર બાદ એકથી એક ચોંકાવનારા ખુલાસાઓ થી રહ્યા છએ,જેને લઈને શિલ્પા શેટ્ટી ને પણ આ વાતની જાણ પહેલાથી જ હોવાના આરોપ લાગ્યા છે, ત્યારે લોકો શિલ્પાને ટ્રોલ કરી રહ્યા છે, અને બોલિવૂડના સ્ટાર્સ પણ શિલ્પાના સમર્થનમાં આવતા જોવા મળ્યા નથી જેને લઈને હંસલ મહેતાએ આવા સ્ટાર્સ પર કટાક્ષ કર્યો છે અને પોતાનો રોષ ઠાલવ્યો છે.

Exit mobile version