Site icon Revoi.in

આજથી ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનનો આરંભ દેશભરમાં ઘરોમાં, ઓફિસોમાં લહેરાયા ત્રિરંગાઓ

Social Share

દિલ્હી – પીએમ મોદી એ દેશવાસીઓને 13 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુઘી તમામ લોકોને પોતાના ઘરમાં ત્રિરંગા લહેરાવાની અપીલ કરી હતી ત્યારે આજથી આ અભિયાનનો આરંભ થી ચૂક્યો છે,મોટા ભઆગના કાર્યાલયોમાં ,ઘરોમાં તો પબેલાથી જ તિરંગો લહેરાવામાં આવ્યા છે ત્યારે એજથી દેશના ઘણા દેશો, ઓફીસ આ અભિયાનમાં જોડાયા છે,ઠેર ઠેર દેશભરમાં ત્રિરંગાની શાન જોવા મળી રહી છે.

આ ખાસ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે આઝાદીના 75 વર્ષ પુરા થઈ રહ્યા છે આ પ્રસંગને ઉત્સાહભેર દેશવાસીઓ ઉજવી રહ્યા છેસઆઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર આજથી હર ઘર ત્રિરંગાઅભિયાન શરૂ થશે. આ અભિયાન 13 થી 15 ઓગસ્ટ સુધી ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ત્રિરંગાનો ઉપયોગ અને પ્રદર્શન પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ પ્રાઇડ એક્ટ 1971 અને ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 દ્વારા સંચાલિત છે.

જે હેઠળ 26 જાન્યુઆરી 2002 ના રોજ ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરવામાં આવ્યો હતો અને નાગરિકોને તેમના ઘરો, કાર્યાલયો અને ફેક્ટરીઓ પર માત્ર રાષ્ટ્રીય દિવસોમાં જ નહીં પરંતુ કોઈપણ દિવસે ત્રિરંગો ફરકાવવાની મંજૂરી આપવામાં આવી હતી. નાગરિકોએ કાયદાના આધારે રાષ્ટ્રધ્વજ કેવી રીતે લહેરાવવો તે અંગેના નિયમો અને નિયમોનું પાલન કરવાનું રહેશે.

ત્રિરંગાના ઉપયોગ કરવા માટે  નિયમોનું ન થાય ઉલંલ્ઘન તે માટે અનેક બાબતોનું રાખવું ધ્યાન

ધ્વજ હંમેશા લંબચોરસ હોવો જોઈએ, લંબાઈ અને ઊંચાઈનો ગુણોત્તર 3:2 હોવો જોઈએ., ધ્વજ કોઈપણ સાઈઝનો  હોઈ શકે છે, જ્યાં સુધી તે આ પ્રમાણમાં હોય.એટલે કે ગમે તેટલો મોટો ધ્વજ લહેરાવી શકો,20 ડિસેમ્બર 2021ના રોજ એક આદેશ દ્વારા ફ્લેગ કોડમાં સુધારો કરવામાં આવ્યો હતો. હવે પોલિએસ્ટરથી બનેલા મશીનથી વણાયેલા ફ્લેગના ઉપયોગની પણ પરવાનગી છે. અગાઉ ઉન, સુતરાઉ, રેશમ, ખાદી વગેરેના હાથથી કાંતેલા અને હાથથી વણાયેલા કાપડનો ઉપયોગ થતો હતો.