Site icon Revoi.in

પાટીદારોના ગઢ ગણાતા ઉનાવામાં હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા હોર્ડિંગ પર કુચડો મરાયો

Social Share

મહેસાણાઃ જિલ્લામાં હાર્દિક પટેલને ભાજપમાં આપવા પ્રવેશ સામે વિરોધ થઈ રહ્યો છે. અને ભાજપના કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે મહેસાણાના ઉનાવા ખાતે હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટર પર કાળી શાહી લગાવીને રોષ ઠાલવવામાં આવ્યો હતો. પાટીદાર યુવા અગ્રણી ધનજી પાટીદારે હાર્દિક પટેલને આવકારતા પોસ્ટર પર હાર્દિકની તસવીર અને હાર્દિકના નામ પર કાળી શાહી લગાવી છે. ધનજી પાટીદારે શાહી લગાવતો વીડિયો પણ વાયરલ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા બેનરો મહેસાણા જિલ્લામાં પણ લગાવવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં ઊંઝા અને ઊનાવા સહિતના વિસ્તારો પાટીદારોના ગઢ ગણાય છે. અને જિલ્લાના પાટીદારોમાં જ હાર્દિક પટેલ સામે જ વિરોધ ઊભો થયો છે. હાર્દિક ભાજમાં જોડાયો ત્યારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન સમયગાળા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ નુકશાન કર્યું હતું. હાર્દિકના આ નિવેદન આપ્યા બાદ હાલમાં પાટીદાર સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.

મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના મોટા ભાગના પાટીદાર હાર્દિક પટેલના આ નિવેદનથી નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે હાઇવે પર ભાજપ દ્વારા હાર્દિકને આવકારતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જે પોસ્ટર પર પાટીદાર અગ્રણી ધનજી પાટીદારે હાર્દિક પટેલના ફોટો પર કાળી શાહીનો સ્પ્રે મારી પોસ્ટર કાળા કર્યા હતા. જેમાં હાર્દિક પટેલના નામને પણ કાળી શાહી લગાવતો વીડિઓ બનાવી તેમણે વાયરલ કર્યો હતો.