ચંદિગઢઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે દેશની સરાકર પણ કોરોનાને લઈને સતર્ક બની છે.આ મામલે હવે હરિયાણાની સરકાર ખાસ એલર્ટ થઈ છે અને કોરોના સામે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કોરોનાના વધતા કેસને જોતા રાજ્યના આરોગ્ય મંત્રી અનિલ વિજે સોમવારે જણાવ્યું હતું કે તમામ આરોગ્ય કર્મચારીઓ માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે જ્યાં 100 થી વધુ લોકો એકઠા થાય છે ત્યા આ માસ્ક જરુરી છે.
ઉલ્લેખનીય છે કે હરિયાણામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે દૈનિક હકારાત્મકતા દર 5.54 ટકા નોંધાયા બાદ સરકાર સાવચેત બની હતી. રવિવારે સાંજે જાહેર કરાયેલ રાજ્યના કોરોનાના બુલેટિનમાં કુલ 724 પોઝિટિવ કેસ દર્શાવવામાં આવ્યા હતા, આ સ્થિતિ પર હવે રાજ્યની સરકાર સતર્ક બની છે.
ઉલ્લેખનીય છએ કે આ મમાલે ચંદીગઢ વહીવટીતંત્રે અલગથી એક માર્ગદર્શિકા જારી કરીને રહેવાસીઓને જાહેર સ્થળોએ કોવિડ સંબંધિત “કરવા અને ન કરવા”નું કડક પાલન કરવા જણાવ્યું હતું, જેમાં માસ્ક પહેરવા અને ભીડવાળા વિસ્તારોમાં સામાજિક અંતરનો સમાવેશ થાય છે.
આ સહીત કોવિડના ફેલાવાને રોકવા માટે થનારી વ્યવસ્થા અને તૈયારીઓ અંગે આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. આરોગ્યમંત્રીએ આ દરમિયાન કહ્યું કે હોસ્પિટલોમાં ઉધરસ અને શરદીના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત રહેશે.