Site icon Revoi.in

હરિયાણાની હિંસાની અસર રાજસ્થાન પર,પોલીસને શંકા જતા 4 સ્થળોએ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી

Social Share

અલવરઃ- હરિયાણાના નૂહમાં ફાટી વીકળેલી હિંસાની અસર હવે રાજસ્થાન પર જોવા મળી છે પ્રાપ્ત વિગત પ્રમાણે  રાજસ્થાનના અલવર જિલ્લામાં મંગળવારે યુવકોના એક જૂથે કથિત રીતે એક હાઈવે પર રોડની બાજુ પર આવેલી દુકાનોમાં ઘણી તોડફોડ કરી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસને શંકા છે કે ભીવાડીમાં બનેલી ઘટના હરિયાણાના નૂહ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસાથી પ્રેરિત હોઈ શકે છે.

આ ઘટના બાદ પોલીસ સતર્ક બની હતી, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.જાણકારી પ્રમાણે પ્રારંભિક માહિતી મુજબ, ધાર્મિક નારા લગાવતા યુવાનોએ ભીવાડીમાં એક ચિકન સેન્ટર સહિત બે-ત્રણ દુકાનોમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

ભિવડીના પોલીસ અધિક્ષકે આપેલી માહિતી પ્રમાણે  કેટલાક બદમાશોની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ ટીમ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવાનો પ્રયાસ કરી રહી છે. બીજી બાજુ, નૂહ જિલ્લા સાથે સરહદ ધરાવતા ભરતપુર જિલ્લાના ચાર તાલુકાઓમાં સાવચેતીના પગલા તરીકે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.

આ નિર્ણય પ્રમાણે અગતીના પગલા તરીકે ભરતપુરના ઉત્તરીય ભાગમાં ચાર તાલુકાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ મંગળવારે સવારે 6 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાક માટે સ્થગિત કરવામાં આવી છે. અલવર અને ભરતપુર બંને હરિયાણાના નૂહ જિલ્લા સાથે સરહદ ધરાવે છે જ્યાં સોમવારે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી

વધુ વિગત અનુસાર પોલીસે માહિતી આપી હતી  કે દુકાનો લઘુમતી સમુદાયની છે. “હરિયાણાના નૂહ જિલ્લામાં થયેલી હિંસાથી આ ઘટના પ્રેરિત હોઈ શકે છે,” અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીઓને ઓળખવાના પ્રયાસો ચાલુ છે.હરિયાણા જેવી ઘટના ન બને તે માટે પહેલા જ પોલીસે ગુનેગારોને ઓળખવાના ચક્રો ગતિમાન કર્યા છે.