Site icon Revoi.in

શું તમારે પણ નાની ઉંમરમાં સફેદ વાળ ઉગવાનું શરૂ થઈ ગયું છે? તો ફોલો કરો આ ટિપ્સ

Social Share

પહેલા એવું હતું કે મોટી ઉંમર સુધી લોકોને માથામાં સફેદવાળ આવતા ન હતા, પણ હવેનો સમય એવો બદલાયો છે કે લોકોને નાની ઉંમરમાં સફેદવાળ આવવાનું શરૂ ગયુ છે. લોકો આ વાતથી પરેશાન છે પણ તેનો ઈલાજ કરી શકતા નથી પરંતુ કેટલાક ઘરેલુ સ્ટેપ્સને ફોલો કરવાથી પણ માથામાં સફેદ વાળ ઉગવાની સમસ્યા દુર થઈ શકે છે.

જાણકારી અનુસાર સમયાંતરે વાળને ટ્રિમ કરવા પણ જરૂરી છે. તેનાથી વાળના મૂળ મજબૂત થાય છે. વાળ વિભાજિત થતા નથી અને વાળનો વિકાસ ઝડપી થાય છે. આ ઉપરાંત હેર માસ્ક પણ વાળ માટે ખૂબ સારા માનવામાં આવે છે. તે વાળને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. જો તમે ઈચ્છો તો ઘરે પણ હેરમાસ્ક લગાવી શકો છો. કેળાનો હેરમાસ્ક વાળ માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. કેળામાં ઘણા પોષક તત્વો હોય છે જે વાળને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ માસ્ક બનાવવા માટે, કેળાને સારી રીતે મેશ કરો. તેમાં થોડું દહીં, મધ, અડધા લીંબુનો રસ, ગુલાબજળ અને મુલતાની માટી મિક્સ કરો. ત્યાર બાદ આ માસ્કને વાળમાં લગાવો. લગભગ અડધો કલાક લગાવ્યા બાદ વાળ ધોઈ લો

ઘણી સ્ત્રીઓ વાળને ચીકણા બનતા અટકાવવા અને દરરોજ ધૂળ અને ગંદકી સાફ કરવા માટે દરરોજ તેમના વાળ ધોવે છે. પરંતુ આ ભૂલ તમારા વાળમાં શુષ્કતા વધારે છે. વાળની ​​સારી તંદુરસ્તી જાળવવા માટે અઠવાડિયામાં બે થી ત્રણ વાર વાળ ધોવા પૂરતા છે. વાળના સારા સ્વાસ્થ્ય માટે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર તમારા વાળમાં તેલ લગાવવું જોઈએ.