Site icon Revoi.in

Wifi ના વપરાશમાં આવી રહી છે સમસ્યા ? અને કોઈએ હેક કર્યું છે ? તો આ ટ્રિક અજમાવો

Social Share

ઘણા લોકો ઘરમાં Wifi નો વપરાશ કરે છે.પરંતુ તમે ક્યારેક સાંભળ્યું હશે કે, Wifi ના વપરાશ દરમિયાન સમસ્યા થતી હોય છે.ત્યારે મનમાં ઘણા સવાલ થતા હોય છે અને ચિંતિત પણ થવા લાગો છો.જેના કારણે ઘણા લોકો Wifi માં પુરતું નેટવર્ક ન આવવાથી સતત બફરીંગની સમસ્યાથી કંટાળી ડેટા કંપની ચેન્જ કરી નાખે છે. જોકે,આવું કરવા છતાં એ સમસ્યા ઉભી ને ઉભી જ રહે છે.ત્યારે આવું કેમ થાય છે એવો વિચાર આવતો હોય છે તો અહીં અમે તમને જણાવીશું કે તમે આ સમસ્યાને કેવી રીતે ઠીક કરી શકો છો.

જો તમારા વાઈફાઈની નેટવર્ક સ્ટ્રેન્થ ઘટી ગઈ છે, તો એવી સંભાવના છે કે કોઈએ તમારું વાઈફાઈ હેક કર્યું છે અને આવી સ્થિતિમાં, સૌથી પહેલા તમારે એપની મદદથી વાઈફાઈને રીસેટ કરીને પાસવર્ડને સ્ટ્રોન્ગ બનાવવો પડશે.

જો તમારા ઘરમાં લગાવેલ વાઈફાઈનું સિગ્નલ સંપૂર્ણપણે ડેડ થઈ ગયું હોય, તો તમારી વાઈફાઈ હેક થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. જો કસ્ટમર કેર પણ આ સમસ્યાને ઠીક કરવામાં સક્ષમ નથી, તો સૌ પ્રથમ તમે વાઇફાઇને બંધ કરો, પછી તમે તેને રીસેટ કરો અને પાસવર્ડ બદલો.

વાઈફાઈ માટે સિગ્નલ ફ્લક્ચ્યુએશન એ એક સામાન્ય સમસ્યા છે પરંતુ જો આ સમસ્યા ચાલુ રહે તો વાઈફાઈનો પાસવર્ડ હેક થઈ જવાની શક્યતા છે. આવી સ્થિતિમાં તમારે પહેલા વાઈફાઈને રીસેટ કરીને તેનો પાસવર્ડ બદલવો જોઈએ.