Site icon Revoi.in

દાંતા તાલુકાના 40 ગામોમાં પાણીના તળ ઊંડા જતાં હેડપમ્પો બંધ પડ્યા, ગ્રામજનો ટેન્કરોને સહારે

Social Share

પાલનપુરઃ  જિલ્લાના દાંતા તાલુકાના 286 ગામો પેકી 40 જેટલા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે.. અંતરિયાળ ગામોમાં જ્યા હેન્ડપંપ આધારિત સુવિધા હતી ત્યાં સમસ્યાના પગલે ટેન્કર દ્વારા પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. પ્રતિ દિન 75 જેટલા ટેન્કરના ફેરા દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો હોવાનુ પાણી પુરવઠાના અધિકારીએ દાવો કર્યો હતો. 286 પેકી 40 જેટલા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાથી લોકો હાડમારી વેઠી રહ્યા છે.

બનાસકાંઠામાં આદિવાસીઓની વસતી ધરાવતો દાંતા તાલુકો છે. તાલુકાના 40 જેટલા ગામડાંમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. તાલુકામાં જળ સ્તર ઊંડે જવા સાથે બોર અને હેન્ડ પમ્પો એ પણ પાણી છોડી દેતા ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના ગામોની ફળીઓ કે જે હેન્ડપમ્પ આધારિત છે ત્યાં પાણીની સમસ્યા નોંધ પાત્ર જોવા મળી રહી છે. જેને લઈ આ તમામ ફળીયાઓમાં પ્રતિ દિન 75 જેટલા ટેન્કરના ફેરા દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો હોવાનુ દાંતા પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવતા હજુ પણ જેમ જેમ માગણી આવે તેમ તેમ ટેન્કરો દ્વારા પાણીનો સપ્લાય કરવાનુ આયોજન કરવામાં આવ્યું હોવાનુ ઉમેર્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દાંતા તાલુકાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારના ગામોના ફળીયા કે જ્યા જૂથ પાણી પુરવઠા યોજનાનુ કે મીની સમ્પ દ્વારા પાણી પુરવઠો પૂરો પાડી ન શકાય તે વિસ્તાર અને ફળીયાઓ હેન્ડ પમ્પોના સહારે પીવાનુ પાણી મેળવી શકતા હતા. પરંતુ ઉનાળામાં હેન્ડ પમ્પો પણ ફેઈલ થઈ જવાના કારણે ફળીયા વિસ્તારોમાં સમસ્યા ઉદભવી છે.

Exit mobile version