1. Home
  2. Tag "WATER PROBLEM"

ભાવનગરમાં કુંભારવાડા સહિત અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા, ટેન્કરોથી પહોંચાડાતું પાણી

ભાવનગરઃ ગોહિલવાડમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોચી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. હાલ શહેરના કુંભારવાડા સહિત કેટલાક વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાણીના ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીની લાઈનમાં દુર્ગંધવાળું પાણી મળતુ હોવાની સ્થાનિક રહીશો દ્વારા મ્યુનિ.કોર્પોરેશનને રજૂઆત કરાતા અધિકારીઓ દ્વારા […]

ગાંધીનગરમાં એકથી પાંચ સેક્ટરમાં પાણીની સમસ્યા, ઓછા પ્રેશરથી પાણી અપાતા મુશ્કેલી

ગાંધીનગર:  શહેરમાં વધતા જતા તાપમાન સાથે પાણીનો વપરાશ પણ વધતો જાય છે.  ત્યારે ઘણા દિવસથી શહેરના સેકટર 1, 2, 3, 4, અને 5માં પાણીનો કકળાટ શરૂ થયો છે. પુરતા પ્રેશરથી પાણી આવતું ન હોવાની ફરિયાદો ઊઠી છે. સ્થાનિક કોર્પોરેટરોએ પણ રજુઆત કરી છે. કહેવાય છે. કે બોરના પાણીના તળ ઊંડા જતાં આ સમસ્યા જોવા મળી […]

કચ્છના જળાશયોના તળિયા દેખાયા, ભૂજમાં પાણીની સમસ્યા, અનેક વિસ્તારોમાં ટેન્કરરાજ

ભૂજઃ કચ્છમાં તાપમાનમાં વધારો થતાં જ જિલ્લાના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જો કે નર્મદાના નીરને લીધે રાહત પણ છે. પરંતુ બધા વિસ્તારોને પહોંચી વળવું મુશ્કેલ છે. સ્થાનિક લોકોની સાથે પશુધન અને ખેડૂતો માટે પણ પાણીની અછતની સમસ્યા ઊભી થઈ છે. ભુજ શહેરમાં  છેલ્લા 10 – 11 દિવસથી અનેક વિસ્તારોમાં પાણી પહોંચ્યું નથી. ત્યારે લોકો […]

અમદાવાદના કૂબેરનગરમાં પાણીની સમસ્યા, લોકોએ માટલાં સાથે મ્યુનિ કચેરીમાં જઈ કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરમાં વધતા જતાં તાપમાન સાથે પાણીનો વપરાશ પણ વધાતો જાય છે. શહેરના કેટલાક વિસ્તારોમાં તંત્રના વાંકે લોકોને પાણીની સમસ્યા ભાગવવી પડે છે. જેમાં કુબેરનગર વિસ્તારમાં રહેતાં 50 હજારથી વધુ રહીશો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અસારવા વિસ્તારમાં બનેલી નવી પાણીની ટાંકીમાંથી પીવાનું પાણી રહીશોને મળે તેના માટે એક કરોડથી […]

રાજકોટમાં મોટામૌવા વિસ્તારમાં પાણીની સમસ્યા સામે મહિલાઓએ કર્યો ચક્કાજામ

રાજકોટઃ સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આજી સહિતના ડેમોમાં સમયાંતરે ઠાલવવામાં આવતું હોવાથી રાજકોટ શહેરની પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે, પરંતુ વહિવટી તંત્રની લાપરવાહીને કારણે શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ત્રણેક વર્ષ પહેલાં શહેરમાં ભળેલા છેવાડાના વિસ્તારમાં લોકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે શહેરના […]

બેગ્લુરુમાં પાણીની સમસ્યા વચ્ચે પાણી પુરવઠા બોર્ડે મહત્વનો નિર્ણય

પીવાના પાણીથી કારવોશ સહિતની કામગીરી નહીં કરાય નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કરાશે દંડાત્મ કાર્યવાહી બેંગ્લુરુઃ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે અને હાલ ઉંચી કિંમતમાં પાણીના ટેન્કર મળી રહ્યાં છે. બેંગ્લોરમાં હાલ ટેન્કર રાજ હોવાનું લાગી રહ્યું છે. પાણી સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન સરકાર દ્વારા […]

ગાંધીનગરમાં સેકટર-1થી 30 અને સાત ગામોમાં પુરતા પ્રેશરથી પાણી ન મળતા રહિશોને પડતી મુશ્કેલી

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પુરા ફોર્સથી પાણી આવતું નહોવાની ફરિયાદો ઊઠી છે. શહેરના સેક્ટર-1થી 30 અને મર્જ કરાયેલા સાત ગામમાં પાણી આપવા માટે દરરોજની 59 એમએલડી પાણીની જરૂરીયાત ઉભી થાય છે. જ્યારે તેની સામે પાણી પુરવઠા બોર્ડ દ્વારા માત્ર 46 એમએલડી પાણી આપવામાં આવે છે. આથી પાણીનો પુરવઠો જ છ એમએલડી જેટલો […]

લીંબડીના અંકેવાળિયામાં પીવાના પાણીની સમસ્યા ન ઉકેલાતા મહિલાઓએ હાઈવે કર્યો ચક્કાજામ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકના મોટાભાગના ગામડાંમાં નર્મદાના નીરને લીધે પીવાના પાણીની  સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. મોટાભાગના ગામોમાં પાઈપ લાઈન દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ યાંત્રિક ક્ષતિ તંત્રની નિષ્ફળતાને કારણે જિલ્લાના અંકેવાળિયા સહિત અનેક ગામો પીવાના પીણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આથી અંકેવાળિયા ગામની મહિલાઓએ પાણીના પ્રશ્ને લીંબડી -સુરેન્દ્રનગર હાઈવે  […]

સાંતલપુરના છાણસરા ગામમાં નળ છે, પણ પાણી નથી, મહિલાઓનો માથે બેડા લઈને રઝળપાટ

પાટણઃ  જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણસરા ગામે પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ગામની અંદાજીત કુલ વસતી બે હજાર આસપાસ છે .પશુધન એક હજાર છે. તળાવમાં પાણી છે, તે દૂષિત છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા માત્ર દિવસનું અડધો કલાક જ અપાય છે, જે પાણી પુરતું નથી. તેમજ ગામના કેટલાક ઘરો એવા છે. કે, નળ […]

ભાવનગરના સિહોરમાં પાણીની સમસ્યા, કેટલાક વિસ્તારોમાં 10 દિવસે કરાતું પાણીનું વિતરણ

ભાવનગરઃ જિલ્લાના ઘણાબધા ગામડાં અને નાના શહેરોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. જેમાં તાલુકા મથક એવા સિહોર શહેરમાં તો 10 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે, લોકો પીવાના પાણીની હાડમારીનો સામનો કરી રહ્યા છે.  શહેરનું ગૌતમેશ્વર તળાવ ખાલી છે. જ્યારે શહેરી વિસ્તારના મોટાભાગના બોરમાં પાણી ડૂકી ગયા છે. ઉનાળો પોતાના અસલ મિજાજમાં આવી ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code