Site icon Revoi.in

આરોગ્ય કમિશનરનો આદેશ – જો આરોગ્ય કર્મીઓ ફરજ ઉપર હાજર ન થાય તો તેમના સામે કાર્યવાહી કરાશે

Social Share

અમદાવાદઃ-સમગ્ર દેશમાં એક બાજુ રસીકરણ શરુ થઈ ગયું છે તો બીજી તરફ અનેક જગ્યાઓ પર આરોગ્ય કર્મચારીઓ અનેક સવાલોને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે.આ સમગ્ર વાતથી આરોગ્ય વિભાગ નારાઝ જોવા મળી રહ્યું છે, જ્યારે દેશમાં એવી સ્થિતિ છે કે જ્યા હજારો લોકોની રસીકરણ માટે અનિવાર્યતા ઊભી થઈ છે ત્યા કર્મીઓ હડતાળ પર ઉતરી રહ્યા છે,ત્યારે કર્નમીઓ માટે આરોગ્ય કમિશનરે ચેતવણી આપી છે.

આરોગ્ય કર્મચારીઓ ફરજ ઉપર હાજર નહિ થાય તો તેઓની સામે કાર્યવાહી કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે, દેશમાં દ્ શરૂ કરાયેલા કોરોના રસીકરણના મહાઅભિયાન અંતર્ગત ગુજરાતમાં તબકકાવાર હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન કાર્યકર અને વયોવૃધ્ધ વ્યકિતઓને વેકસીન આપવાની કામગીરી યુધ્ધ ઘોરણે ચાલી રહી છે. આમ આ તમામ આરોગ્યલક્ષી કામગીરી નિયમિત રીતે થાય અને આરોગ્યના તમામ ડોકટર્સ, કર્મચારીઓ ફરજ પર રહે તે ખુબ જ જરીરી બન્યું છે.

આ સમગ્ર સ્થિતિને જોતા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ આદેશ આપ્યા છે કે, તમામ કર્મીઓ ફરજ પર હાજર રહે,આ સાથે જ તેમણે જણાવ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં આરોગ્યના પંચાયત સેવા હેઠળના કર્મચારીઓ અચોકકસ મુદ્દતની હડતાલ પર ઉતરે તો, દર્દીઓને સારવાર આપવામાં તેમજ રસીકરણમાં મોટી મુશ્કેલીઓ ઉભી થઇ શકે તેમ છે.તો આવી સ્થિતિમાં કર્મીઓ હાજર ન રહે તો તેમનના સામે કાર્યવાહીવ કરવામાં આવશે.

એપીડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ હેઠળ મળેલ સત્તાની રૂએ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓને તાત્કાલીક ફરજ પર હાજર થવા જરૂરી હુકમ કરવામાં આવ્યા છે. જો, હજુ કર્મચારીઓ ફરજ પર હાજર થશે નહીં તો કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ જણાવશે.

સાહિન-