Site icon Revoi.in

સ્વાસ્થ્ય મંત્રાલયનો રાજ્યોને પત્ર- મેડિકલ ઓક્સિજનના નિયમિત પુરવઠાની ખાતરી કરવાનો આપ્યો આદેશ 

Social Share

દિલ્હીઃ- ચીનમાં જોવા મળતા કોરોનાનો કહેરને લઈને ભારત સરકાર પણ હવે સતર્ક બની છે. ભારત સરકારે એરપોર્ટ પર પરિક્ષણ જેવા પ્રોટોકોલ ફરી ઘીરે ઘીરે શરુ કર્યા છે ત્યારે આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોનાનો સામનો કરવા માટે મેડિકલ ઓક્સિજનનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

રાજ્યને લખેલા પત્રમાં આ સાથે જ કહેવામાં આવ્યું છે કે પીએસએ પ્લાન્ટને સંપૂર્ણ રીતે કાર્યરત રાખવા જોઈએ અને તેની તપાસ માટે નિયમિત મોક ડ્રીલનું આયોજન  પણ કરવું જોઈએ.આ સાથે જ જીવન સહાયક સાધનો જેમ કે વેન્ટિલેટર, BIPAP અને SpO2 સિસ્ટમ્સ સાથે તેમના ઉપભોજ્ય વસ્તુઓની ઉપલબ્ધતા નિશ્ચિત કરવા પણ જણાવ્યું છે.આ સહીત આદેશ આપવામાં આવ્યા છે કે  ઓક્સિજન માટે રાજ્ય સ્તરે ઓક્સિજન કંટ્રોલ રૂમને ફરીથી સક્રિય કરવામાં આવે.

આ સાથે જ આરોગ્ય મંત્રાલયે  રાજ્લયોને પત્ખ્યુંર લખીને કહ્યું છે કે આરોગ્ય સુવિધાઓમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન ની ઉપલબ્ધતા અને તેમના રિફિલિંગ માટે સપ્લાય ચેઇન કોઈપણ અડચણ વિના સુનિશ્ચિત કરવી જોઈએ.આ સાથે જ બેકઅપ સ્ટોક અને મજબૂત રિફિલિંગ સિસ્ટમ સાથે ઓક્સિજન સિલિન્ડરોની પૂરતી ઇન્વેન્ટરી જાળવવામાં આવશે.