Site icon Revoi.in

કેદારનાથ યાત્રામાં હાર્ટ એટેકથી વધુ 4 લોકોના મોત, અત્યાર સુધી 59 યાત્રીઓએ જીવ ગુમાવ્યા

Social Share

દહેરાદૂનઃ- કેદારનાથ યાત્રામાં આ વર્ષે યાત્રીઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે, મંદિરવના કપાડટ ખોલ્યાને 29 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છત્તા ભક્તોની ભારે બીડ જામી રહી છે આવી સ્થિતિમાં ઘણા લોકોના હાર્ટ એટેકેના કારણે ઘણા લોકોના મોત નિપજ્યા છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  કેદારનાથમાં હાર્ટ એટેકથી  વધુ ચાર યાત્રીઓના મોત થયા છે. કપાટ ખુલ્યા બાદ 29 દિવસમાં મુસાફરોના મૃત્યુઆંક 59 પર પહોંચી ગયો છે. ગુરુવારે મોડી સાંજે કેદારનાથથી પરત ફરતી વખતે મહારાષ્ટ્રના રહેવાસી આદિત્ય અનંત બંસૌન અચાનક પગપાળા બીમાર થઈ ગયા.ગૌરીકુંડમાં પ્રાથમિક સારવાર બાદ તેઓને સોનપ્રયાગ મોકલવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તે જ સમયે, કેદારનાથમાં અમદાવાદના રહેવાસી બોયાની હરિભાઈ લાલ અને સોનપ્રયાગમાં દૌલત, મધ્યપ્રદેશના સામેનબારીના રહેવાસીનું રાત્રે મૃત્યુ થયું.

વિતેલા દિવસને શુક્રવારે કેદારનાથમાં માલેગાંવ મહારાષ્ટ્રના રહેવાસી દિલીપ અય્યરનું અવસાન થયું હતું. ટ્રાવેલ કંટ્રોલ રૂમ તરફથી કહેવામાં આવ્યું છે કે ચાર મુસાફરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ રૂદ્રપ્રયાગ મોકલવામાં આવ્યા છે જેથી હવે મરનારાઓ આંતડો 59 થૃયો છે.ઉલ્લેખનીય છે કે ભારે ગરમીના કારણે હ્દયરોગના હુમલાઓની ઘટના સામે આવતી હોય છે આ સાથે જ યાત્રાસ્થળ પણ ભારે ભીડ પણ હોય છે.

Exit mobile version