Site icon Revoi.in

ગુજરાતમાં મહા શિવરાત્રી બાદ ગરમીમાં ક્રમશઃ વધારો થશે, 11મીથી 13મી માર્ચ માવઠાની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ઠંડી અને ગરમી એમ બેઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. જેમાં તાજેતરમાં માવઠા બાદ રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે હવે શિવરાત્રીથી ઠંડી વિધિવતરીતે વિદાય લેશે. અને ગરમીમાં ક્રમશઃ વધારો થશે. અને હોળી-ધૂળેટી સુધીમાં તો આકરા ઉનાળોનો લોકોને અનુભવ થશે.એવી હવામાન વિભાગે આગાહી કરી છે, જ્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજુ વેસ્ટન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજુ વેસ્ટન ડિસ્ટર્બન્સ 11થી 12 માર્ચ આવશે. આ સાથે આંચકાનો પવન ફુકાશે. 11થી 13 માર્ચના વેસ્ટન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે ક્યાક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. માર્ચમાં પવનનો ફૂંકાતા રહેશે. ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના રહેશે. આંધી વંટોળ પવનના સૂસવાટા સાથે સાથે કમોસમી વરસાદ, કરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે. અરબ દેશોમાંથી ઉડીને આવતી ધૂળના કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતા રહેશે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કે, આગામી 5 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ એકદમ સુકું રહેશે તથા વરસાદની કોઈ આગાહી નથી. સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે પરંતુ, તેને કારણે કમોસમી વરસાદની આગાહી નથી. ત્રણ દિવસ બાદ રાજ્યભરના મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. તેની સાથે જ લઘુતમ તાપમાનમાં પણ વધારો થતા ગરમીનું પ્રમાણ વધે એવી શક્યતા છે.  જ્યારે આગાહીકાર અંબાલાલ પટેલે તો અલગ જ આગાહી કરી છે. તેમના મત મુજબ ગુજરાતના કેટલાક વિસ્તોરોમાં 11મી માર્ચથી 13મી માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે. 20 માર્ચે સુર્ય ઉતરાધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂકાશે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું આગાહી છે. પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે.

રાજ્યભરમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ દિવસ દરમિયાન ગરમીનું વાતાવરણ રહે છે તો વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. છેલ્લા 24 કલાકમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજકોટ સૌથી ઠંડું શહેર રહ્યું છે તો વડોદરા 32.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.