Site icon Revoi.in

ઉત્તર અને મધ્ય ભારતમાં હિટવેવ, રાત્રિના તાપમાનમાં વધારો

Social Share

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: ભારતભરમાં ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી અને ‘લૂ’ (Heatwave) ની ગંભીર ચેતવણી જારી કરી છે. પશ્ચિમ બંગાળના ગાંગેય વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની રહી છે. આ ઉપરાંત, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ રાજ્યોમાં પણ આકરા પવન અને લૂ ફૂંકાવાની શક્યતા છે.

સામાન્ય રીતે રાત્રે ઠંડક હોય છે, પરંતુ આગામી બે દિવસ સુધી દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને ઓડિશામાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. આ અસામાન્ય ફેરફારને કારણે લોકોને રાત્રે પણ અકળાવનારી ગરમીનો સામનો કરવો પડશે. દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં ગરમીની સાથે ભેજનું પ્રમાણ વધતા લોકો પરેશાન થશે. મુખ્યત્વે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ રાજ્યોમાં અસહ્ય ગરમીની આગાહી છે:

એક તરફ આકરો તડકો છે, તો બીજી તરફ હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં દિવસ દરમિયાન ગાજવીજ સાથે કરા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે લોકોને બપોરના સમયે સીધા તડકામાં ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પાણી પીવા માટે સલાહ આપી છે.

વધુ વાંચો: ભારતીય શેરબજારમાં કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો

Exit mobile version