Site icon Revoi.in

રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની સંભાવના

Social Share

અમદાવાદ : રાજ્યમાં આમ તો કેટલાક દિવસથી વરસાદી વાતાવરણ જામ્યું છે, રાજ્યાના જામનગરમાં તો પાણી પાણી થઈ ગયું છે અને પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. આવામાં હવામાન વિભાગ દ્વારા હવે ફરીવાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યના મધ્ય અને ઉત્તર ભાગ એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદ પડી શકે છે.

શુક્રવારે દિવસ દરમિયાન રાજ્યના કુલ 119 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો, તેમાં સૌથી વધુ પોરબંદર જિલ્લામાં કુતીયાણા 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને ભાવનગરમાં તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમા પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ શક્યતા વ્યક્ત કરી છે.

પોરબંદર શહેરમાં 3 મી.મી અને રાણાવાવમાં 2 મીમી વરસાદ વરસ્યો છે. કુતિયાણામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોરાજીમાં દોઢ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતાં રોડ ઉપર પાણી ભરાઈ ગયાં હતા. અમરેલી જિલ્લાના ચિતલમાં 3 ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

જૂનાગઢના માણાવદરમાં દોઢ ઈંચ,માળિયા, વંથલી, મેંદરડામાં અડધો ઈંચ અને જૂનાગઢ શહેરમાં એક ઈંચ વરસાદ પડયો હતો. ભાવનગરમા શુક્રવારે બપોર બાદ મેઘાવી માહોલ જામ્યો હતો અને બે વાગ્યાથી સાંજના 6 કલાક સુધી એટલે કે, ચાર કલાકમા ધોધમાર અઢી ઈંચ વરસાદ ખાબકી ગયો હતો.