Site icon Revoi.in

ચક્રવાતી તોફાન ‘મિચાંગ’ બંગાળની ખાડીમાં  સક્રિય  બનતા ચેન્નઈમાં ભારે વરસાદ 

Social Share
દિલ્હી- દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ માં પલટો જોવા મળ્યો છે ત્યારે ફરી એક વખત ચક્રવાત મિચાંગ નો ખતરો મંડરાઈ રહ્યો છે, ભારતીય હવામાન વિભાગ  એ ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
માહિતી પ્રમાણે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર એરિયા હવે સક્રિય બન્યું છે અને લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે. આ પછી, તે ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાના અને આજ  સુધીમાં દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારમાં ફેરવાઈ જવાના સંકેતો છે.
હવામાનશાસ્ત્રીઓ આગાહી કરે છે કે ગુરુવાર સુધીમાં, તોફાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને ધીમે ધીમે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર દબાણવાળા વિસ્તારમાં મજબૂત બનશે. આગામી 24 કલાકની અંદર, તે દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીને અડીને આવેલા ચક્રવાતી તોફાન ‘મિચાંગ’માં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
આ સાથે જ માહિતી આપવામાં આવી છે કે 1 ડિસેમ્બર સુધીમાં દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન ‘મિચાંગ’માં પરિવર્તિત થવાની સંભાવના છે. આ મિચાંગ વાવાઝોડાને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
તો બીજી તરફ બંગાળની ખાડી પર સર્જાયેલા ચક્રવાતને કારણે ચેન્નાઈ, તમિલનાડુમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બદલાતા હવામાનને જોતા શાળાઓ સતત બંધ રાખવામાં આવી છે. 
હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજરોજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. 1 ડિસેમ્બરે તે 50-60 કિમી પ્રતિ કલાક ગસ્ટિંગથી 70 કિમી પ્રતિ કલાક થવાની ધારણા છે, જેમાં ગેલ સ્પીડ વધશે અને 2 ડિસેમ્બરે તે 60-70 કિમી પ્રતિ કલાક ગસ્ટિંગ વધીને 80 કિમી પ્રતિ કલાક સુધી જશે.