Site icon Revoi.in

ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘાનું ધમાકેદાર આગમન

Social Share

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ નજીક ટકરાઈ ગયું છે, પરંતુ એની વધુ અસર ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. વાવ તાલુકાના તળાવ ગામમાં મુશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે. ઘરોમાં પાણી ઘૂસતાં લોકો પરેશાન બન્યા છે તેમજ ઘરવખરી પણ પલળી ગઈ છે. આખા ગામમાં ગોઠણડૂબ પાણી ઘૂસી ગયાં છે, તેમજ ભાભરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે, આથી લોકો ચિંતામાં મુકાયા છે. પાટણ જિલ્લાના રાધનપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યાના વાવડ મળ્યા છે.

બિપરજોય વાવાઝાડને લીધે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાધનપુરમાં પણ અનરાધાર વરસાદ શરૂ થતાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. ભારે પવનમાં ગેલાશેઠની શેરીમાં બંધ મકાનનું પતરું ઊડ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયાં છે. વાવ તાલુકાના તળાવ ગામમાં મુશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે. ઘરોમાં પાણી ઘૂસતાં લોકો પરેશાન બન્યા છે તેમજ ઘરવખરી પણ પલળી ગઈ છે. આખા ગામમાં ગોઠણડૂબ પાણી ઘૂસી ગયાં છે, તેમજ ભાભરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે, આથી લોકો ચિંતામાં મુકાયા છે

પાટણ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આથી ઠેર ઠેર પાણી ભરાયાં છે. છેવાડાના ગામ સાંતલપુરમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  કાંકરેજમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. કાંકરેજમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરની થરાની મોડલ સ્કૂલનો શેડ ભારે પવનથી ઊડી ગયો છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી છે. મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પવનને કારણે હાઇવે પર વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.