Site icon Revoi.in

 શા માટે હાથ-પગમાં ખાલી ચઢે છે,જાણીલો આમ થવા પાછળના કેટલાક કારણો, જો તમને પણ છે આ લક્ષણો તો આટલું કરો

Social Share

આપણે એક જહગ્યાએ બેસી રહીએ અને ઊભા થીએ ત્યારે એમ કહીએ છે મારા પગમાં ખાલી ચઢી ગઈ, ખાલી ચઢવી એટલે કે પગમાં ઝણઝણાટ આવવી ,પગ અચાનક વધુ વજન વાળો થઈ ગયો હોય તેવું લાગવું તેને આપણે ખાલી ચઢી એમ કહીએ છે, જો કે આ ખાલી માત્ર પગમાં જ નહી ઘણા લોકોને હાથમાં પણ ખાલી ચઢે છે.

જે લોકોને બ્લડ઼પ્રેશર લો થતું હોય તે લોકોને ખાલી ચઢી શકે છે. બ્લડ પ્રેશર ઓછુ થવાનું કારણ કા તો આપણને બોડીમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન લાગ્યું હોય અથવા તો સુગર ઘટી ગયું હોય તે હોય છે જેથી તેનો ઉપાય કરવો જોઈએ, આ સાથે જ જો હિમોગ્લોબિન ૧૨ ટકા કરતા ઓછું થાય ત્યારે પણ ખાલી ચઢવાની ફરિયાદ જોવા મળે છે.

એવા લોકોને પણ ખાલી ચઢવાની ફરીયદો વધુ હોય છે કે જેઓમાં વિટામિન B12 ની કમી હોય તો એનાથી તમને વારંવાર હાથ-પગમાં ખાલી ચઢે છે.

જે લોતોની બ્લડ પ્રેશન 100 થી નીચે જાય તો સમજવું કે તમને લો બીપી છે.તમે ઘરે તૈયારીમાં લીંબુ,મીઠું અને ખાંડનો એક ગ્લાસ સરબત પી જાઓ, આ સાથએ જ ખાટ્ટી મીઠી ચોકલેટ પણ તમે ખાઈ શકો છો.આમ કરવાથી તમારા હાથ-પગમાં ખાલી ઓછી થઈ.

આ સાથે હિમોગ્લોબિનની જો વાત કરીએ તો પુરુષનું ૧૩.૫ ટકા અને સ્ત્રીનું ૧૨.૫ ટકા હોવું જરુરી છે. પણ જો ૧૦ ટકાથી ઓછું હિમોગ્લોબિન હોય તો હાથ-પગમાં ખાલી ચઢે છે, આ માટે તમારે લીલા પાનવાળા શાકભાજી ,લીલા ઘણા વગેરે વધુ ખાવા જોઈએ