Site icon Revoi.in

મોટરકારની એવરેજ વધારવી હોય તો અપવાનો આ ટીપ્સ

Social Share

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યાં છે. અનેક રાજ્યોમાં પેટ્રોલનો ભાવ રૂ. 100ને પાર થયો છે. ત્યારે પેટ્રોલ-ડિઝલ કાર માલિકો ભાવ વધારાને પગલે ચિંતામાં મુકાયાં છે. તેમજ માઈલેજમાં વધારો થાય તેવા પ્રયાસો કરી રહ્યાં છે. જો કે, કારના માઈલેજમાં ટાયર સહિત અન્ય પાર્ટસનું વિશેષ મહત્વ છે. ટાયરની યોગ્ય જાળવણીથી કારની માઈલેજમાં વધારો કરી શકાય છે.

હંમેશા કંપનીના ફીટ ટાયરનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. જેથી એન્જિન ઉપર દબાણ આવતું નથી. જેના પરિણામે માઈલેજમાં વધારો થાય છે. મોટા અને આપ્ટર માર્કેટ ટાયરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

કારના ટાયરમાં હવાનું દબાણ જાળવી રાખવું જોઈએ. જેથી એન્જિન ઉપર પ્રેશર નહીં પડે. જેના પરિણામે માઈલેજમાં વધારો થશે. હવા ઓછી હશે તો દબામ વધશે જેથી માઈલેજ ઓછી થાય છે.

કારના ટાયરમાં સામાન્ય કમ્પ્રેસ્ડ એરની જગ્યાએ નાઇટ્રોજનનો પણ ઉપયોગ કરવો જોઈએ. કારના ટાયરમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે. આ કારના માઇલેજને વધારવાની સાથે ટાયરનું જીવન પણ વધારશે.

(PHOTO- Twitter)