Site icon Revoi.in

શિયાળામાં એલચી વાળી ચા-અને દૂઘ સ્વાસ્થ્યને આ રીતે કરે છે ફાયદા ,જાણીલો તમે પણ ન ભૂલતા એલચી નાખવાનું

Social Share

મરી સમાસાલામાં ખાસ તરીકે એલચીનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો આવ્યો છે, આ સાથે જ એલચીમાં અનેક ઔષધી ગુણો સમાયેલા હોય છે,ખાસ કરીને પાન મસાલાથી લઈને ઘરના કીચનમાં તેનું ખાસ સ્થાન રહેલું છે.તેની પોતાની એક ખાસ ખુશ્બુ છે જે વધારમાં અલગ સ્વાદ આપે છે તો માઉથ ફ્રેશનર તરીકે પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ.

એલચી આપણા  આરોગ્ય માટે પણ ઘણું મહત્વ ઘરાવે છે. જમ્યા બાદ એક એલચીનું સેવન કરવું જોઈએ, ત્યાર બાદ રાત્રે સુતા વખતે પણ  એક એલચીના દાણા ખાઈને સુવાથી અનેક ફાયદાઓ થાય છે,  જો તમારે શરીરની પાચન ક્રીયા મજબુત બનાવવી હોય તો રોજ સવારે, બપોરે જમ્યા બાદ અને રાતે સુતા વખતે  એલચીના દાણાનું સેવન ચોક્કસ કરવું જોઈએ.

જાણો અલચીના સેવન કરવાથી થતા ફાયદાઓ

ફેટ ઘટાડવામાં મદદરુપ – એલચી પેટમાં ફેટ થતા એટકાવે છે આ સાથે જ શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે

કોલેસ્ટ્રોલમાં ઘટાડો – ચરબી ઘટાડતી એલચીમાં એવા ગુણ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સાથે જ ટ્રાઈગ્લિસરાઈડ્સને પણ ઘટાડે છે.

શરીરમાં પાણી નથી જામતું – એલચીનું સેવન કરવાથી શરીરમાં વધારાનું પાણી જામતું નથી. એલચી ખાવાથી શરીરના અંદરના અવયવ સારી રીતે કાર્ય કરે છે અને શરીરમાં જતી ગંદકી પ્રવાહી વાટે બહાર કાઢે છે.

ચરબી થતા પહેટા એટકાવે છે – સામ્નય રીતે પેટની આસપાસ જમા થતી ચરબી સૌથી વધારે ખરાબ હોય છે. પેટ પાસે ચરબીના થર જામતા અટકાવે છે લીલી એલચી. જમ્યા બાદ એલચી ખાવાથી પેટના ભાગે ચરબી જામતી નથી.

આપણા શરીરના ઝેરી દ્રવ્યોનો કરે છે નિકાલ – લીલી એલચીમાં એવા ગુણો રહેલા છે કે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. આ તત્વ બહાર નીકળી જવાથી શરીરનો રક્ત પ્રવાહ સુધરે છે. આ કામ માટે નિયમિત સવારે એલચીનું સેવન કરવું જોઈએ, ખાલી પેટે એક એલચી ખાવી ખુબ ફાયદો કરાવે છે.

ગેસ અને અપચાની સમસ્યામાંથી છૂટકારો –  ખોરાકના કારણે થતી ગેસની અને પેટમાં થતા દુખાવામાં રાહત અપાવે છે, સારું પાચનતંત્ર વજન ઘટાડવામાં પણ એલચી ખુબ જ ઉપયોગકારી છે.

સાહિન મુલતાની-