મુંબઈઃ દિવાળીના પર્વ પહેલા જ દેશના મોટા શહેરો જેવા કે દિલ્હી મુંબઈમાં પ્રદુષણનું લેવલ સતત વઘતું જઈ રહ્યપં છે ત્યારે દેશની આર્થિક રાજઘાની ગણાતા મુંબઈમાં વઘતા પ્રદુષણને લઈને હાઈકોર્ટ એ આદેશ જારી કરીને કેટલીક પાબંઘિો લગાવી છે તો દિવાળઈમાં ફટાકડા ફોડવાનો સમય પણ મર્યાદિત કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુંબી હાઈકોર્ટે ફટાકડા ફોડવા માટે સમય નક્કી કર્યો છે મુંબઈ દિવાળી પહેલા વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યું છે, બોમ્બે હાઈકોર્ટે વધતા પ્રદૂષણની સુઓ મોટુ સંજ્ઞા લીધી અને આદેશ આપ્યો કે વાયુ પ્રદૂષણને મર્યાદિત કરવા માટે દિવાળી પર ફટાકડા માત્ર સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે જ ફોડી શકાશે
એટલું જ નહી આ સમયમર્યાદાનો ભંગ ન થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના 8 અધિકારીઓ પણ તૈનાત કરાયા હતા. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે દિવાળી સુધી તમામ બાંધકામ અટકાવી દેવા જોઈએ અને બાંધકામના કાટમાળને 10 નવેમ્બર સુધીમાં સંપૂર્ણ ઢંકાયેલ ટ્રકમાં બાંધકામ સ્થળ પર લઈ જવો જોઈએ.
ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ જીએસ કુલકર્ણીની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ફટાકડા ફોડવા પર પ્રતિબંધનો આદેશ આપવામાં આવ્યો નથી, પરંતુ મહાનગરમાં બગડતા એર ક્વોલિટી ઈન્ડેક્સ ને ધ્યાનમાં રાખીને સંતુલન જાળવવાની જરૂર છે.કોર્ટે વધુમાં કહ્યું હતું કે પ્રતિબંધ લાદવો સરળ નહીં હોય કારણ કે આ મુદ્દા પર લોકોના અલગ-અલગ મંતવ્યો છે અને પોતાના ધર્મનું પાલન કરવાનો અધિકાર બંધારણમાં સમાવિષ્ટ છે.