Site icon Revoi.in

દ્વારકાના દરિયામાં કરંટ સર્જાતા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, બોટ ફેરી સેવા 26મી સુધી બંધ રહેશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. દરમિયાન અરબી સમુદ્ર વિસ્તારમાં હવાનું હળવું દબાણ સર્જાતા સૌરાષ્ટ્રના દરિયામાં હાલ કરંન્ટ જોવા મળી રહ્યો છે. અને દરિયા તોફાની બને તેવી શક્યતા હોવાથી ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા તા. 26મી સુધી બંધ કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રીય થતા દરિયામાં ફરી એકવાર જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ભારે પવન ફૂંકાતા યાત્રીકોની સલામતીને ધ્યાને રાખીને ઓખા- બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સવિઁસ બંધ કરવામાં આવી છે. યાત્રિકોની સલામતીને ધ્યાન રાખી મેરીટાઇમ બોર્ડ દ્વારા ઓખા -બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સવિઁસ તારીખ 26 સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

દ્વારકામાં ભારે પવન જોવા મળી રહ્યો છે. ખરાબ વાતાવરણના કારણે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. બેટ દ્વારકા જતી ફેરી સર્વિસ મંગળવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ વરસાદી સીઝનમાં પણ શનિવાર અને રવિવારે યાત્રિકોની દ્વારકામાં ભારે ભીડ રહેતી હોય છે. ત્યારે યાત્રિકોને બેટ દ્વારકા ગયા વિના જ પરત ફરવુ પડશે. કારણ કે ખરાબ હવામાન વિભાગને કારણે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  જેને લઇને દરિયામાં કરંટ જોવા મળતા હાલ  ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.