Site icon Revoi.in

યુપીમાં મહિલા કર્મીઓને  રાહત – હવે સાંજે 7 થી સવારે 6 વાગ્યા સુધી મહિલાઓની  સંમતિ હશે તો જ ફરજ પર રાખવામાં આવશે

Social Share

લખનૌઃ- ઉત્તરપ્રદેશની સરકાર મહિલાઓની સુરક્ષાને લઈને સતર્ક બની છે.મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે હેઠળ હવે મહિલાઓ રાત્રી ડ્યૂટિ માટે બંધાયેલી રહેશે નહી

પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા અને તેમના અધિકારોને લઈને હવે મહિલા કર્મચારીને તેમની લેખિત સંમતિ વિના સવારે 6 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા પછી કામ કરવાની ફરજ પાડવામાં આવશે નહીં. જો મહિલા આ સમયગાળા દરમિયાન કામ કરવાનો ઇનકાર કરશે તો તેને કામ પરથી દૂર કરવામાં આવશે નહીં.

રાજ્ફેય સરકેરાે ક્ટરી એક્ટ, 1948ની કલમ 66 ની પેટા-કલમ (1) ની કલમ (b) માં આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, રાજ્ય સરકારે રાજ્યના તમામ કારખાનાઓમાં મહિલા કામદારોના રોજગારના સંબંધમાં આ મુક્તિ આપી છે.

આ સંબંધમાં અધિક મુખ્ય સચિવ શ્રમ સુરેશ ચંદ્ર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ હવે આ શરતો સાથે મહિલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. જો મહિલા લેખિત સંમતિ આપે, તો ફેક્ટરીના એમ્પ્લોયર દ્વારા સાંજે 7 થી સવારે 6 વાગ્યાની વચ્ચે કામ કરતી મહિલા કામદારને તેના રહેઠાણના સ્થળથી અને કાર્યસ્થળ સુધી મફત પરિવહનની સેવા આપવામાં આવશે.

આથી વિશેષ વાત કે આ સમયગાળા દરમિયાન કામ કરતી મહિલા કામદારોને ભોજન આપવામાં આવશે. એમ્પ્લોયરએ ખાતરી કરવી પડશે કે શૌચાલય, બાથરૂમ, ચેન્જ રૂમ અને પીવાનું પાણી અને અન્ય સુવિધાઓ કાર્યસ્થળની નજીક છે. આ સમયગાળા દરમિયાન, ઓછામાં ઓછી ચાર મહિલા કર્મચારીઓને એક સાથે પરિસરમાં અથવા ચોક્કસ વિભાગમાં કામ કરવાની મંજૂરી આપવી પડશે.આ સાથએ જ જો કોઈ પણ પ્રકારની મહિલાઓને હેરાનગતિ થાય તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે,આ રીતે હવે ઉપી સરકાર અનેક કામદારો મહિલાઓની પડખે આવી છે.તેઓની સુવિધાને સરળ બનાવી રહી છે