Site icon Revoi.in

ઉનાળાની વિદાય પહેલા જ હિલ સ્ટેશનો થયા ફુલ- શિમલામાં 14 જૂન સુધી હોટલો બુક, સેહલાણીની ભારે ભીડ

Social Share

શિમલાઃ-  હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું જો કે હવે આ છેલ્લી છેલ્લી ગરમી છે થોડા દિવસોમાં જ દેશમાંથી ઉનાળો વિદાય લેશે અને ચોમાસું બેસી જશે ત્યારે સેહલાણીઓ ગરમીમાં ઠંડક મેળવવા માટે શિમલા મનાલીના પ્રવાસે ઉમટી પડ્યા છે.હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ઉનાળુ પ્રવાસી મોસમ જોર પકડ્યું છે. 

જાણકારી પ્રમાણે શહેરની મોટાભાગની હોટલો 14 જૂન સુધી બુક થઈ ગઈ છે. પ્રવાસન વ્યવસાયમાં તેજીથી શહેરનો પ્રવાસી વ્યવસાય ઉત્સાહિત છે. રાજધાની શિમલા ઉપરાંત નજીકના પર્યટન સ્થળો પણ પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યા છે. મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા પ્રવાસીઓ શિમલા તરફ વળ્યા છે. આ દિવસોમાં મેદાની વિસ્તારોની શાળાઓમાં રજાઓ ચાલી રહી છે, જેના કારણે પ્રવાસીઓની અવરજવર વધતી જોવા મળી છે એક બાજૂ હવે થોડા જ દિવસોમાં સ્કુલો પણ ખુલશે ત્યારે વેકેશનના છેલ્લા દિવસો લોકો અહી એન્જોય કરીલ રહ્યા છે

વિકેન્ડ હોવાથી ભારે ભીડ જામી છે ત્યારે પ્રવાસીઓએ પોતાના વાહનો રોડની બાજુમાં પાર્ક કરી દીધા હતા. પ્રવાસન વિકાસ નિગમની મોલ રોડ લિફ્ટની બહાર દિવસભર પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. વિતેલા દિવસને બપોરે રિજ મેદાન, મોલ રોડ, સ્કેન્ડલ પોઈન્ટ, સીટીઓ ચોક, શેરે પંજાબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બહાર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. 

શહેરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં હોમ સ્ટે પણ અગાઉથી બુક કરી દેવામાં આવ્યા છે. કુફરી, ચૈલ, નારકંડા, મશોબરા અને નલદેહરામાં પણ પ્રવાસીઓની અવરજવર વધી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પ્રવાસીઓ શિમલા પહોંચી રહ્યા છે. શનિવારે શિમલામાં પ્રવાસીઓની ભારે ભીડ હતી. લિફ્ટ પાર્કિંગ, મેટ્રોપોલ ​​પાર્કિંગ અને ટ્રિપલ એચ પાર્કિંગ બપોરે 2 વાગ્યે પેક થઈ ગયા હતા.

ટ્રાવેલ એજન્ટ એસોસિએશન શિમલાના પ્રમુખે માહિતી આપી છે કે 14 જૂન સુધી શહેરની તમામ મોટી હોટલો એડવાન્સ બુક કરાવી છે. 14 જૂન પછી પણ રૂમનું એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. હોટલ ઉપરાંત હોમ સ્ટેનું પણ બુકિંગ કરવામાં આવી રહ્યું છે.જે મ જેમ પ્રવાસીઓની મોસમ શરૂ થઈ રહી છે તેમ તેમ શિમલા આવતી તમામ ટ્રેનો ભરાઈ ગઈ છે અને વેઈટિંગ 30 થી વધીને 40 થઈ ગઈ છે. રેલ મોટર કાર અને શિવાલિક એક્સપ્રેસનું બુકિંગ ઝડપથી ચાલી રહ્યું છે. દિલ્હીથી શિમલા આવતી લક્ઝરી વોલ્વોમાં પણ સીટો ઉપલબ્ધ નથી. આ દિવસોમાં સિમલા આવતા પ્રવાસી વોલ્વોના ધસારામાં પણ ભારે વધારો થયો છે.

શનિવારે સવારે 10:30 વાગ્યે શિમલાથી કચ્છી ઘાટી સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. મોટી સંખ્યામાં પ્રવાસી વાહનોની અવરજવરને કારણે ટ્રાફિક જામ થયો હતો. મોડી સાંજ સુધી સિમલા તરફ આવતા વાહનો જામમાં અટવાયા હતા. જૂના બસ સ્ટેન્ડથી બેમલોઈ તરફની લિફ્ટ પણ દિવસભર વારંવાર જામ થઈ ગઈ હતી. 

હોટેલ અને પ્રવાસન વ્યવસાયને સપ્તાહના અંતે પાંખો મળી છે. ગત સપ્તાહની સરખામણીમાં આ વખતે જિલ્લાના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ઘણી અવરજવર જોવા મળી રહી છે. કસૌલી, ચેઈલ, બરોગની તમામ હોટેલો ખીચોખીચ ભરેલી છે. ચેલમાં રૂમ ઉપલબ્ધ ન હોવાને કારણે ઘણા પ્રવાસીઓ કંડાઘાટ, શિમલા તરફ વળ્યા.