Site icon Revoi.in

હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્યસિંહે રડતા-રડતા આપ્યું રાજીનામું, સીએમ સક્ખૂ પર લગાવ્યા આરોપ

Social Share

શિમલા: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામોએ જ્યાં સૌને ચોંકાવ્યા છે, તો હવે રાજકારણ અલગ જ દિશામાં આગળ વધી ચુક્યું છે. કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાં બે ભાગમાં વહેંચાતી દેખાય રહી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે પણ મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સૂક્ખૂ સામે મોરચો ખોલી નાખ્યો છે.

હિમાચલ પ્રદેશમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે સક્ખૂ સરકારમાં કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે રાજીનામું આપ્યું છે. આજે સારે તેમમે પ્રેસ કોન્ફરન્સમાં પોતાના રાજીનામાની ઘોષણા કરી છે. હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી બાદ રાજકારણમાં ઘણી મોટી હલચલ છે. સરકાર પર સંકટના વાદળો પણ છવાય ગયા છે.

ભાજપને અંદેશો છે કે વિધાનસભા સત્રમાં તમામ વિપક્ષી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી શક્યતા છે. વિક્રમાદિત્યસિંહે સીએમ સૂક્ખૂ પર અણદેખી કરવાનો આરોપ લગાવતા કહ્યુ છે કે મુખ્યમંત્રીની કાર્યપ્રણાલીથી ઘણાં ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા હતા. પરિસ્થિતિ સામાન્ય નથી. હાલના સમયમાં આ સરકારમાં રહેવું મારા માટે યોગ્ય નથી. આ કારણ છે કે હું રાજીનામું આપી રહ્યો છું. તેમણે જનતાનો પણ આભાર માન્યો હતો.

ભૂતપૂર્વ સીએમ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા પોતાના પિતા વીરભદ્રસિંહના અપમાનનો આરોપ લગાવતા વિક્રમાદિત્ય સિંહે કહ્યુ છે કે જે વ્યક્તિ 6 વખત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા, જેમના કારણે આ સરકાર બની. તેમની મૂર્તિ લગાવવા માટે આમને બે ગજ જમીન માલ રોડ પર મળી નથી. આ સમ્માન મારા દિવંગત પિતા માટે દેખાડવામાં આવ્યું. અમે લાગણીશીલ લોકો છીએ. અમારે પદથી લેવાદેવા નથી. એક સમ્માન જે હોવું જોઈતું હતું, વારંવાર બોલવા છતાં જે આ કરી શક્યા નથી તે ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે.

વિક્રમાદિત્યે સવાલ પુછયો કે રાજ્યમાં જે નવયુવાનોએ સરકારમાં બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન કર્યું, શું તેમની આશાઓ પુરી કરવામાં આવી? વિક્રમાદિત્યએ પોતાના અપમાનનો પણ આરોપ લગાવ્યો અને કહ્યુ કે મેં હંમેશા લીડરશિપનું સમ્માન કર્યું છે અને સરકારને ચલાવવામાં યોગદાન કર્યું છે. કોંગ્રેસ સરકારમાં એક વર્ષ મંત્રી તરીકે જેટલું મારાથી થઈ શક્યું એક વર્ષના કાર્યકાળમાં અમે પુરી મજબૂતાયથી સરકારનું સમર્થન કર્યું છે. પરંતુ મને પણ અપમાનિત કરવાની કોશિશ કરવામાં આવી છે.