Site icon Revoi.in

‘હિન્દી ભાષા એ વિશ્વસ્તરે ભારતને ખાસ સમ્માન અપાવ્યું છે’, હિન્દી દિવસ પર PM મોદીએ ટ્વિટ કરીને કહી આ વાત

Social Share

દિલ્હીઃ- 14 સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય હિન્દી દિવસ, આજના આ દિવસે ભારતમાં હિન્દી ભાષાને સત્તાવાર રીતે સ્થાન આપવામાં આવ્યું હતુ ,વર્ષ 1949થી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે,આજે દેશની બહાર વિદેશમાં પણ હિન્દી ભાષાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે ત્યારે વૈશ્વિક સ્તરે હિન્દીને લઈને ખઆસ સમ્માન મળવા બદલ પીએમ મોદીએ આજના દિવસે ખાસ વાત કહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસ નિમ્મિતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને લખ્યું છે કે, હિન્દી ભાષાએ ભારતને વૈશ્વિક સ્તર પર ખાસ સમ્માન અપાવ્યું છે.અને હિન્દી ભાષાની સરળતા અને જે સંવેદનશીલતા છે તે લોકોને આકર્ષિત કરે છે.

પીએમ મોદીએ આ ટ્વિટમાં હિન્દી દિવસે એ તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો છે કે જેમણે દેશમાં સૌથી વઘુ બોલવામાં આવતી હિન્દી ભાષાને સમુદ્ધ અને શશક્ત બનાવવા માટે પોતાનું મહત્વનું યોગદાન અને સમય ફાળવ્યો છે.

પ્રધાનમંત્રીએ મોદીએ લખ્યું છે કે  “હિન્દી ભાષા એ સમગ્ર વિશ્વમાં ભારત માટે ખાસ સન્માન અપાવ્યું છે. આ ભાષાની જે સાદગી અને ભાષાની જે સહજતા તથા  સંવેદનશીલતા છે તે હંમેશા લોકોને આકર્ષિત કરી રહી છે.હિન્દી દિવસ પર, હું તે બધા લોકોને મારી હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું જેમણે તેને સમૃદ્ધ અને સશક્ત બનાવવા માટે અથાક યોગદાન આપ્યું છે.