Site icon Revoi.in

આત્મા અજર અમર છે, વૈજ્ઞાનિકોએ પણ માન્યું

Social Share

આત્માના અજર અમર હોવાની માન્યતાને વૈજ્ઞાનિકોનું સમર્થન પણ મળવા લાગ્યું છે. ભૌતિકી અને ગણિતના બે વૈજ્ઞાનિકોએ લાંબા સંશોધન બાદ દાવો કર્યો છે કે આત્મા ક્યારેય મરતો નથી, માત્ર શરીર મરે છે. મૃત્યુ બાદ આત્મા બ્રહ્માંડમાં પાછો જતો રહે છે, પરંતુ તેમા રહેલી માહિતી ક્યારેય નષ્ટ થતી નથી.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના ગણિત અને ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર સર રોગર પેનરોજ અને યૂનિર્સિટી ઓફ એરીઝોનાના ભૌતિકવૈજ્ઞાનિક ડૉ. સ્ટુઅર્ટ હમરોફે લગભગ બે દશકના સંશોધન બાદ આ વિષય પર છ રિસર્ચ પેપર્સ પ્રકાશિત કર્યા છે. તાજેતરમાં તેમના રિસર્ચ પર અમેરિકાની મશહૂર સાઈન્સ ચેનલે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી છે- જે નજીકના ભવિષ્યમાં પ્રસારીત પણ થવાની છે.

માનવ મસ્તિષ્ક એક કોમ્પ્યુટર

સંશોધકોનું કહેવું છે કે માનવ મસ્તિષ્ક એક જૈવિક કોમ્પ્યુટરની જેમ છે. એક જૈવિક કોમ્પ્યુટરના પ્રોગ્રમામ ચેતના અથવા આત્મા છે, જે મસ્તિષ્કની અંદર રહેલા ક્વાંટમ કોમ્પ્યુટર દ્વારા સંચાલિત થાય છે. ક્વાંટમ કોમ્પ્ટુટરથી તાત્પર્ય મસ્તિષ્કની કેશિકાઓમાં રહેલી સૂક્ષ્મ નલિકાઓથી છે, જે પ્રોટીન આધારીત અણુઓથી નિર્મિત છે. મોટી સંખ્યામાં ઊર્જાના આ સૂક્ષ્મ સ્ત્રોત અણુ મળીને એક ક્વોન્ટમ સ્ટેટ તૈયાર કરે છે, જે વાસ્તવમાં ચેતના અથવા આત્મા છે.

બ્રહ્માંડમાં વિલિન થાય છે આત્મા

વૈજ્ઞાનિકો પ્રમાણે, જ્યારે વ્યક્તિ દિમાગી સ્વરૂપે મૃત થવા લાગે છે, ત્યારે તે સૂક્ષ્મ નલિકાઓ ક્વાંટમ સ્ટેટ ખોવા લાગે છે. સૂક્ષ્મ ઊર્જા કણ મસ્તિષ્કની નલિકાઓથી નીકળીને બ્રહ્માંડમાં ચાલ્યા જાય છે. ક્યારેક મરતો વ્યક્તિ જીવિત થઈ જાય છે, ત્યારે આ કણ ફરીથી સૂક્ષ્મ નલિકાઓમાં પાછા ફરે છે.

ક્વાંટમ સિદ્ધાંત આધાર

વૈજ્ઞાનિકોનું આ સંશોધન ભૌતિકશાસ્ત્રના ક્વાંટમ સિદ્ધાંત પર આધારીત છે. તેના પ્રમાણે, આત્મા ચેતન દિમાગની કેશિકાઓમાં પ્રોટીનથી બનેલી નલિકાઓમાં ઊર્જાના સૂક્ષ્મ સ્ત્રોત અણુઓ અને ઉપઅણુઓના સ્વરૂપમાં રહે છે. માહિતી અહીં સૂક્ષ્મ કણોમાં સંગ્રહીત રહે છે.

માહિતી નષ્ટ થતી નથી

સંશોધન પ્રમાણે, સૂક્ષ્મ ઊર્જા કણોના બ્રહ્માંડમાં જવા છતાં તેમા રહેલી માહિતી નષ્ટ થતી નથી. ક્વાંટમ સિદ્ધાંત પ્રતિપાદીત કરનારા વૈજ્ઞાનિક મેક્સ પ્લાંકના નામ પર મ્યુનિખમાં પ્લાંક ઈન્સ્ટીટ્યૂટ છે, ત્યાંના વૈજ્ઞાનિક હેન્સ પીટર ટુરે પણ આની પુષ્ટિ કરી છે.