દિલ્હીઃ આજે સંસદના સત્રનો બીજો દિવસ છે આજથી સંસંદનું વિશેષ સત્ર નવા સંસદભવનમાં યોજાવા જઈ રહ્યું છે તો બીજી તરફ આજે ગણેશચતુર્થીનો પાવન પર્વ પણ છે આ ઉભ દિવસે સાંસદો નવા સંસદમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.ત્યારે પ્રવેશ કરવાની તૈયારીઓ કંઈક ખઆસ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થયું છે અને 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સત્રના પહેલા દિવસે જુના સંસદ ભવનમાં કાર્યવાહી થઈ. આજથી ગૃહની કાર્યવાહી નવા સંસદભવનમાં થવાની છે. આજે ગણેશ ચતુર્થી છે. આ દિવસે સંસદની નવી ઇમારતમાં પ્રવેશ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
આજરોજ નવા સંસદ ભવનમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલા મંગળવારે જૂના સંસદ ભવનમાં એક ગ્રુપ ફોટો સેશન કરવામાં આવશે. રવિવારે જારી કરાયેલા સત્તાવાર બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે સંસદના વિશેષ સત્રના બીજા દિવસે મંગળવારે સવારે લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને એક ગ્રુપ ફોટો માટે બોલાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ જૂના સંસદ ભવનના કોર્ટયાર્ડ 1 (ગેટ નંબર 1 અને સેન્ટ્રલ હોલ વચ્ચે)માં સવારે 9.30 કલાકે યોજાયો હતો.