Site icon Revoi.in

SAFF ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો, પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને પરાજય કરી નવમી વખત જીત્યું ટાઈટલ

Social Share

 

દિલ્હીઃ-  ભારતીય ફૂટબોલ ટીમે ફરી ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ કુવૈતને પેનલ્ટી પર 5-4થી હરાવીને 9મી સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ જીતી લીધી છે. એટલે કે ટીમ દક્ષિણ એશિયાઈ ફૂટબોલની ચેમ્પિયન બની છે.

આ બંને ટીમો 1-1 થી બરોબરી પર રહેતા રમત વધારાના સમયમાં પહોંચી ચૂકી હતી.ત્યાર બાદ  આ પછી પેનલ્ટી શૂટઆઉટ થયો હતો. જેમાં ભારતીય ટીમે 5 ગોલ કર્યા હતા. જ્યારે કુવૈત માત્ર 4 ગોલ જ કરી શક્યું હતું.અને ભારતે વિજય પ્રાપ્ત કર્યો હતો.

કુવૈત માટે શાબીબ અલ ખાલિદીએ 14મી મિનિટે ગોલ કર્યો હતો. ત્યાર બાદ ભારતીય ટીમ માટે 38મી મિનિટે લલિનઝુઆલા છાંગટેએ ગોલ કરીને સ્કોર 1-1 કરી દીધો હતો. ત્યાર બાદ છેલ્લા સમય  સુધી બંને ટીમોમાં ગોલ માટે રસાકસસી ચાલી હતી,

આ બાદ બન્નેમાંથી એક  પણ ટીમ સફળ થઈ શકી નહોતી. છેવટે  બંને ટીમોને વધારાનો સમય આપવામાં આવ્યો હતો એટલે મેચ વધારે સમય ચાલી હતી, પરંતુ તે પણ પેનલ્ટી શૂટઆઉટમાં પરિણમ્યો ન હતો. અહીં ભારતીય ટીમ માટે સુનિલ છેત્રી, સંદેશ ઝિંગન, લલિંજુઆલા છાંગટે, સુભાષીષ બોસ અને મહેશ સિંહે ગોલ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે  ભારતની જીતમાં ગોલકીપર ગુરપ્રીત સિંહનો મોટો ફાળો હતો. પેનલ્ટી શૂટ-આઉટમાં તેણે કુવૈતના કેપ્ટન ખાલિદ અલ ઈબ્રાહિમના અંતિમ શોટને શાનદાર રીતે રોક્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં બંને ટીમોને પાંચ-પાંચ ગોલ કરવાની પાંચ તક મળે છે. જે ટીમ આમાં ચૂકી જાય છે તેને મેચમાં હારનો સામનો કરવો પડે છે. પાંચ-પાંચ શોટ બાદ બંને ટીમો 4-4ની બરાબરી પર હતી. 
Exit mobile version