Site icon Revoi.in

ભારતમાં જ નહીં આ દેશોમાં પણ હોળી-ધૂળેટી મનાવવામાં આવે છે

Social Share

આજે એટલે કે 29 મી માર્ચે હોળી-ધૂળેટીનો તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક લોકો રંગોનો આ તહેવાર પોતપોતાની શૈલીમાં ઉજવી રહ્યા છે. મસ્તીથી ભરેલો આ તહેવાર દેશના દરેક ભાગમાં ઉજવવામાં આવે છે.આ સાથે સાત સમુદ્ર પાર પણ ઉજવવામાં આવે છે.પરંતુ અલગ રીતે અને અલગ નામથી.

હોળીની જેમ જ સ્પેનમાં દર વર્ષે રમવામાં આવતો તહેવાર લા ટોમેટીના, તે ફક્ત અને ફક્ત ટામેટાની મજેદાર હોળી. લોકો એક બીજાને ટામેટા મારે છે, રમે છે અને તહેવારના રંગોમાં રંગાય જાય છે.

ઇટાલીમાં રેડિકા તહેવાર ફેબ્રુઆરી મહિનામાં એક અઠવાડિયા માટે ઉજવવામાં આવે છે. લાકડાના ઢેર ગામની વચ્ચે પ્રગટાવવામાં આવે છે. લોકો અગ્નિની પરિક્રમા કરીને આતિશબાજી કરે છે, અને ગુલાલ પણ લગાવે છે. રોમમાં તેને સેંટેનેવિયા કહેવામાં આવે છે.

બેલ્જિયમની હોળી ભારત જેવી જ હોય છે. અહીં તેને મુર્ખ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અહીં જુના ચપ્પલની હોલિકા પ્રગટાવવામાં આવે છે.

પોલેન્ડમાં હોળીની જેમ જ ‘અર્સીના’ નામનો તહેવાર મનાવવામાં આવે છે. આ પ્રસંગે લોકો એક બીજા પર રંગ નાખે છે. અને દુશ્મની ભૂલીને એકબીજાને ભેટી પડે છે.

ગીતો અને ડાંસની સાથે રંગોમાં ડૂબી ગયેલા લોકો અમેરિકાના ટેક્સાસમાં કલરજામ નામના તહેવારની ઉજવણી કરે છે. તે એકદમ હોળી જેવું જ હોય છે.

-દેવાંશી