Site icon Revoi.in

હોલીવુડ એક્ટ્રેસ ફ્રીડા પિંટોનો આજે જન્મદિવસ,સ્લમડોગ મિલિયોનેરથી બોલિવૂડમાં કરી એન્ટ્રી

Social Share

મુંબઈ:હોલીવુડ એક્ટ્રેસ ફ્રીડા પિંટો આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. પોતાની એક્ટિંગથી બધાને દીવાના બનાવનાર ફ્રીડાનો જન્મ 18 ઓક્ટોબર 1984 ના રોજ મુંબઈમાં થયો હતો.

ફ્રીડાએ ફિલ્મો કરતા પહેલા ચાર વર્ષ મોડેલિંગમાં હાથ અજમાવ્યો હતો. જોકે, ફ્રીડા પિંટોની પ્રથમ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી.ફ્રિડાએ સ્લમડોગ મિલિયોનેરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ફ્રિડાએ ટીવી શોમાં પણ કામ કર્યું છે. ફ્રિડા ભારતીય શાસ્ત્રીય નૃત્યની સાથે સાથે ઘણા નૃત્ય સ્વરૂપો જાણે છે.

ફેશન સેન્સ માટે જાણીતી ફ્રિડા પોતાની સ્ટાઇલથી તેના ચાહકોને દીવાના કરે છે.

ફ્રિડા સ્લમડોગ મિલિયોનેરથી ઇન્ટરનેશનલ સ્ટાર બની છે. તે ‘રાઈઝ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ’, ‘માઈકલ વિન્ટરબોટમ’, ‘તુષ્ણા’, ‘ડે ઓફ ધ ફાલ્કન’, ‘ઈમ્મોર્ટલ્સ’ વગેરે ફિલ્મોમાં જોવા મળી છે.