Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સમિતિ ઘડવાની જાહેરાત કરી -પૂર્વ મંત્રી સુરેશ પ્રભુની અધ્યક્ષતામાં શરુ થશે કામ

Social Share

દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી હાલ દેશના તમામ રકાજ્યોમાં પોતાનું વર્ચસ્વ જમાવાની તૈયારીમાં છે, અનેક રાજ્યોમાં પોતાની જીત બાદ તેઓ હવે આવનારી ચૂંટણીને લઈને એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે.ત્યારે હવે ગૃહમંત્રી અમિત શાહે નવી રાષ્ટ્રીય સમિતિ ઘડવાની જાહેરાત કરી છે.

પ્રાપ્ત  વિગત પ્રમાણે આજરોજ મંગળવારે  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સહકારી નીતિના દસ્તાવેજનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રાષ્ટ્રીય સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે,આ  સમિતિમાં દેશના તમામ ભાગોમાંથી 47 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ સાથે જ આ સમિતિ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનની અધ્યક્ષતામાં કામ કરતી જોવા મળશેં

ઉલ્લેખનીય છે કે  પીએમ નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ‘સહકાર સે સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા માટે નવી રાષ્ટ્રીય સહકારી નીતિ ઘડવામાં આવી રહી છે. અમિત શાહે તાજેતરમાં જાહેરાત કરી હતી કે PACS થી ઉપરની સહકારી સંસ્થાઓ માટે સર્વગ્રાહી અભિગમ બનાવવા માટે ટૂંક સમયમાં રાષ્ટ્રીય સહકારી નીતિ ઘડવામાં આવશે.ત્યારે હવે આ સમિતિની રચનાની જાહેરાત થી ચૂકી છે.

માહિતી મુજબ રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા અને પ્રાથમિક સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ; રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો (સહકારી) અને સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યા છે.