- ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે
- અનેક કાર્યક્રમમાં હાજરી આપી
અમદાવાદઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે ,આ સાથે જ આજે શારદીય નવરાત્રીનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે મંત્રી શાહ એ ગુજરાતની મુલાકાતે આવતાની સાથે જ મેલડી માતાજીના મંદિરે પહોંચીને પૂજા અર્ચના કરીને પોતાના કાર્યક્રમનો આરંભ કર્યો હતો.
ગૃહમંત્રી શાહે ત્યાર બાદ એસપી રિંગ રો ખાતે આવેલા ફ્લાઈઓવર બ્રિજને ખુલ્લો મૂક્યો જે તેમના લોકસભા ક્ષેત્રની હેઠળ આવે છે. આ ફ્લાઈ ઓવર બ્રિજ 6 લાઈનનો છે જે અમદાવાદ શહેરી વિકાસ ઓથોરિટી દ્વારા રૂ. 73 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે વિરોચનનગર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું.આ સાથે જ તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું
આ સહીત અમિત શાહે આજરોજ ગાંધીનગર સંસદીય ક્ષેત્રના વિરોચનનગર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને AUDA દ્વારા નિર્મિત પં. દીનદયાળ મિલન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું
આથી વિશેષ તેઓ આજે અમદાવાદના સાણંદ વિસ્તારની મુલાકાત લેવા પણ પહોચ્યા છે અહી તેઓ રાજ્ય વીમા નિગમ દ્વારા સંચાલિત હોસ્પિટલનો શિલાન્યાસ પણ કર્યો. આજરોજ બપોર પછી તેઓ બાવળા ગામમાં ખેડૂત સંમેલનમાં હાજરી પણ આપશે.સાણંદ વિસ્તારની આરોગ્ય પ્રણાલીને વધુ મજબૂત કરવા માટે ESIC દ્વારા સંચાલિત 350 બેડની હોસ્પિટલનો આજે શિલાન્યાસ કર્યો છે.

