Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત,અગ્નિવીરોને CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં મળશે પ્રાથમિકતા

Social Share

દિલ્હી:કેન્દ્ર સરકાર વતી ભારતીય સેનાના ત્રણ અંગો થલ સેના, નોસેના અને વાયુસેનામાં સૈનિકોની ભરતી માટે અગ્નિપથ નામની યોજનાની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જાહેરાત કરી હતી કે,નવી યોજના હેઠળ અગ્નિવીરોને CAPFs અને આસામ રાઈફલ્સમાં ભરતીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નવી ભરતી પ્રક્રિયા હેઠળ કામ શરૂ કરવાની જાહેરાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘અગ્નિપથ યોજના’ એ યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે પીએમ નરેન્દ્ર મોદીનો દૂરંદેશી અને આવકારદાયક નિર્ણય છે.આ સંદર્ભમાં આજે ગૃહ મંત્રાલયે CAPFs અને આસામ રાઈફલ્સમાં આ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને ભરતીમાં પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે.

ગૃહ મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયના આ નિર્ણયથી ‘અગ્નિપથ યોજના’ દ્વારા પ્રશિક્ષિત યુવાનો દેશની સેવા અને સુરક્ષામાં પણ યોગદાન આપી શકશે.આ નિર્ણય અંગે વિગતવાર યોજના બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.