Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહે મણીપુરમાં રાહત શીબિરોની લીઘી મુલાકાત – પહાડી વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓ ઝડપી પહોંચાડવાની આપી સૂચના

Social Share

ઈમ્ફાલ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હિંસાગ્રસ્ત વિસલ્તાર મણીપુરની ત્રણ દિવસીય  ુલાકાતે છે આ દરમિયાન તેમણે એહી રાહત શીબિરોની પમ મુલાકાત લીઘી હતી.મણિપુર પ્રવાસના ત્રીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે મોરેહ અને કાંગપોકપીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નાગરિક સમાજના સંગઠનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ સાથે જ ગૃહમંત્રીએ પ્રતિનિધિઓએ રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાની સરકારની પહેલને મજબૂત સમર્થન વ્યક્ત કર્યું. ગૃહમંત્રી શાહે હિંસાગ્રસ્ત પહાડી વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને ઝડપી બનાવવા જણાવ્યું છે. આ સાથે ચુરાચંદપુર, મોરેહ, કાંગપોકપીમાં કટોકટીની જરૂરિયાતો માટે હેલિકોપ્ટર સેવા સુનિશ્ચિત કરવામાં આવશે.

જાણકારી પ્રમાણે શાહે  કાંગપોકપીમાં એક રાહત શિબિરની પણ મુલાકાત લીધી હતી અને કુકી સમુદાયના સભ્યોને મળ્યા હતા. શાહે કહ્યું કે અમે મણિપુરમાં વહેલી તકે શાંતિ પુનઃસ્થાપિત કરવા અને તેમના ઘરે પાછા ફરવાની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે ઈમ્ફાલમાં એક રાહત શિબિરની મુલાકાત લીધી હતી. જ્યાં મીતેઈ સમુદાયના સભ્યો રહે છે.

ગૃહ મંત્રીએ ઇમ્ફાલમાં ટોચના અધિકારીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક પણ યોજી, તેમને સશસ્ત્ર બદમાશો સામે હિંસા અટકાવવા અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે લૂંટાયેલા શસ્ત્રો પુનઃપ્રાપ્ત કરવા માટે મજબૂત અને ત્વરિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો.

ઉલ્લેખનીય છે કે બે સમુદાયો દ્રારા શરુ થયેલી હિંસાએ ભયાનક સ્વરુપ ઘારણ કર્યુ હતું મણીપુરમાં હિંસા ફાટી નીકળતા કેચલાક લોકો ઘર છોડવા મજબૂર બન્યા હતા ત્યારે ગૃહમંત્રી શાહે સ્થિતિની સમિક્ષા કરવા ત્રણ દિવસની મુલાકાત લીધી હતી .